Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017


સિનિયર વકીલોના વર્તન મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

ચીફ જસ્ટિસે તમામને ફટકાર લગાવી

નવીદિલ્હી, તા.૭ : ભારતના ચીફ જસ્ટિસે દિલ્હી સરકાર પર ચાલી રહેલા વિવાદ અને અયોધ્યા વિવાદ કેસની સુનાવણીમાં વકીલોના તરીકાઓને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. આજે બંધારણીય પીઠના મુખ્ય જજ તરીકે સુનાવણી કરતી વેળા જસ્ટિસ મિશ્રાએ આ બંને કેસોના વકીલ તરીકે તેમના વર્તનને લઇને ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ વકીલોને સંયમ રાખવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પોતાને રેગ્યુલેટ કરી શકવાની સ્થિતિમાં નથી તો અમે આને રેગ્યુલેટ કરીશું. જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે, ઉંચા અવાજમાં ચર્ચા કરવાના તરીકાને કોઇ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં. વરિષ્ઠ વકીલો સમક્ષ નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, આ કમનસીબ બાબત છે કે, કેટલાક વકીલો વિચારે છે કે, તેઓ ઉંચી અવાજમાં ચર્ચા કરી શકે છે પરંતુ ઉંચા અવાજમાં ચર્ચા કરવાની બાબત બિલકુલ આધાર વગરની છે. ચીફ જસ્ટિસ દિપકમિશ્રાએ કહ્યું હતું કે, દિલ્હીસરકારના કેસમાં વરિષ્ઠ વકીલ રાજીવ ધવનના તર્ક બિલકુલ બિનજરૂરી હતા. અયોધ્યાવિવાદમાં કેટલાક વકીલોનું વર્તન પણ ખુબ જ ખરાબ રહ્યું હતું. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

 

(7:43 pm IST)