Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સેંસેક્સ ૩૫૨ પોઇન્ટ સુધરી ૩૨૯૪૯ની ઉંચી સપાટીએ

નિફ્ટી ૧૨૨ પોઇન્ટ ઉછળીને નવી સપાટી પર : ડીએલએફ, ગેઇલ, મારુતિ સુઝુકી બાવન સપ્તાહની ઉંચી સપાટીએ : બેંકિંગ, ટેલિકોમ, મેટલના શેરમાં તેજી નોંધાઈ

મુંબઈ, તા.૭ : આરબીઆઇની પોલીસી સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ ગઇકાલે કડાકો બોલી ગયા પછી આજે ફરી રિક્વરી થઇ હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૩૫૩ પોઇન્ટ ઉછળીને ૩૨૯૪૯ની સપાટી પર રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૨૨ પોઇન્ટ ઉછળીને ૧૦૧૬૬ની સપાટી પર રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન ડીએલએફ, ગેઇલ, મારૂતિ સુઝુકીના શેર બાવન સપ્તાહની ઉંચી સપાટી પર રહ્યા હતા. બેકિંગ, ટેલિકરોમ, મેટલ અને ઓટોના શેરમાં તેજી રહી હતી. શેરબજારમાં આજે એકાએક જોરદાર તેજ રહેતા કારોબારી ખુશખુશાલ દેખાયા હતા. સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે તમામમાં તેજી રહી હતી. એરટેલના શેરમાં છ ટકાનો સુધારો રહ્યો હતો. ૧૬૪૯ રૂપિયાની કિંમતમાં ફોરજી સ્માર્ટફોન રજૂ કરવાની વાત કર્યા બાદ તેમાં તેજી રહી હતી. ઇન્ટેક્સ સાથે એરટેલે હાથ મિલાવ્યા છે. જેના કારણે એરટેલના શેરમાં તેજી જામી હતી. આજે કારોબાર દરમિયાન બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૧.૪ અને ૧.૩ ટકાનો સુધારો રહ્યો હતો. શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી દિશાહીન થયેલા છે.  બીજી બાજુ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા ગઇકાલેે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. ગઇકાલે બુધવારના દિવસે  પોલીસી સમીક્ષાના દિવસે સેંસેક્સમાં ૨૦૫ પોઇન્ટનો મોટો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૩૨૫૯૭ની સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે  નિફ્ટી ૭૪ પોઇન્ટ ઘટીને ૧૦૦૪૪ની નીચી સપાટી પર રહ્યો હતો. વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં ભારતનો આર્થિક વિકાસ દર વધીને ૬.૩ ટકા થઇ ગયો છે જે એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકા રહ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષા, ગુજરાત ચૂંટણી, વૈશ્વિક પરિબળો સહિતના પાસાઓને ધ્યાનમાં લઇને કારોબારીઓ આગળ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં મંદી જારી રહી છે.  વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના અર્થતંત્રને આશાસ્પદરીતે રજૂ કરવામાં આવ્યા બાદ આનો લાભ ઉઠાવવા માટે કારોબારીઓ તૈયાર છે પરંતુ જુદા જુદા પરિબળો વચ્ચે હાલ જંગી રોકાણ કરવાની તૈયારી દેખાઈ રહી નથી. વધતી જતી નાણાંકીય ખાદ અને લિક્વિડીટીને લઇને ચિંતા રોકાણકારોને પ્રવર્તી રહી છે. ગુજરાતમાં હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને પણ તમામની નજર કેન્દ્રિત થઇ છે. ગુજરાત ચૂંટણીના પરિણામ અને ચૂંટણી પર તેની અસર જોવા મળી રહી છે. શેરબજારમાં આજે જોરદારરીક્વરી થતા નવી આશા જાગી હતી. કારણ કે પોલીસી સમીક્ષાના દિવસે નિરાશા હાથ લાગી હતી.

(7:31 pm IST)