Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ભાજપ અને નરેન્દ્રભાઈ કોંગ્રેસ ઉપર અમને જ ગંદી ભાષામાં પ્રહારો કરતા રહ્યા છે : મણી શંકર ઐય્યર માફી માગી લ્યે : રાહુલ ગાંધીનો પ્રતિભાવ

મણીશંકર ઐય્યરના અને નરેન્દ્રભાઈના સામસામાના વિધાનો પછી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોડીસાંજે જણાવ્યુ કે ભારતીય જનતા પક્ષ અને વડાપ્રધાન વારંવાર કોંગ્રેસ પક્ષ ઉપર હુમલો કરવા ગંદી ભાષા વાપરે છે, કોંગ્રેસના સંસ્કાર અને વારસો અલગ જ છે, રાહુલે કહેલ કે વડાપ્રધાનને સંબોધીને મણીશંકર અય્યરે જે ભાષા વાપરી તે ભાષા અને સૂર દર્શાવ્યો કે તેને હું આવકારતો નથી, કોંગ્રેસ અને હું બંને ઈચ્છીએ છીએ કે મણીશંકરે જે કહ્યુ છે તે માટે માફી માગી લ્યે. દરમિયાનમાં મણીશંકરે શું કહ્યુ તે રસપ્રદ છે. ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતી વેળાએ નરેન્દ્રભાઈ મોદીએ રાહુલ ગાંધી ઉપર જે પ્રહાર કર્યા તેમાં મોદીએ રાહુલનુ નામ લીધા વિના કહેલ કે જે રાજકીય પક્ષ બાબાસાહેબનું નામ લઈને રાજનીતિ કરે છે, એમને હવે બાબાસાહેબ નહિં પરંતુ બાબા ભોલે વધુ યાદ આવે છે : તેમનો ઈશારો રાહુલ ગાંધીના મંદિરોમાં જવા તરફ હતો.

આ વિધાનોનો આકરો જવાબ આપતા મણીશંકર ઐયયરે કહેલ કે મને લાગે છે કે આ આદમી ખૂબ જ નીચ કક્ષાનો છે તેમનામાં કોઈ સભ્યતા નથી, અને આવા પ્રસંગે આ પ્રકારની ગંદી રાજનીતિની શું જરૂર હતી.

મણીશંકર ઐય્યરના આ શબ્દોને નરેન્દ્રભાઈએ સુરતમાં આબાદ ઉપાડી લઈ દેશભરમાં ચર્ચા સર્જતો મુદ્દો બનાવી દીધો છે. જેના લીધે ભાજપને ફરી એકવાર છેલ્લી ઘડીએ ચૂંટણીમાં કલ્પના બહારનો ફાયદો થશે

(5:30 pm IST)