Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

દરિયામાં બોટ્સ ઉથલી જતા ૧૫ ટન માછલીનો જથ્થો પાણીમાં વહી ગયો

૨.૫થી ૩ કરોડનું નુકસાન

મુંબઇ તા. ૭ : દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકતા પહેલા જ ઓખી વાવાઝોડું વિખેરાઈ ગયા છતા, ઝડપથી ચાલી રહેલી હવાને કારણે પોરબંદરના માછીમારોને નુકસાન સહન કરવું પડ્યું છે. કચ્છના જખૌ દરિયાકિનારે બોટ પલટાઈ જતા ૭ માછીમારો મુસીબતમાં પડી ગયા હતા. જેમને બાદમાં બચાવી લેવાયા હતા. આ બોટમાં રહેલો ૪ ટન માછલીનો જથ્થો તેમણે ગુમાવવો પડ્યો હતો. બોટના નાવિક કચ્છના દરિયાકિનારાથી ૬૦ નોટિકલ માઈલ દૂર પહોંચી ગયા હતા. આ બોટ આરતી ચોરવાડીની માલિકીની હતી. આ બોટના માછીમારોને અન્ય એક બોટ પર રહેલા માછીમારોએ બચાવી લીધા હતા.

બીજી એક ઘટનામાં પ્રચંડ વેગથી વહેતી હવાને કારણે પોરબંદરના સમુદ્રમાં ૩ બોટ્સ ઉથલી ગઈ હતી. આ બોટ્સમાં ૧૦ ટન માછલીનો જથ્થો હતો. હવામાન વિભાગની ચેતવણીને કારણે આ બોટ્સને પાછી બોલાવી લેવામાં આવી હતી. આ બોટ્સના માલિક જાદવજી પોસ્તેરિયા, મેઘજી ગોલિયા અને જયેશ કોથારિયા હતા.

પોરબંદર માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ ભરત મોદીએ કહ્યું હતું કે, 'આ બોટ્સને અડધેથી જ પાછી બોલાઈ લેવામાં આવી હતી તેથી આ બોટ્સ અડધી જ ભરાયેલી હતી. આ બોટ્સમાં ૨૦થી ૩૦ ટન માલ આવી શકે છે. લગભગ ૨.૫થી ૩ કરોડ રૂ.નું નુકસાન થયું છે.'

ડાંગ અને વલસાડ જેવા આદિવાસી વિસ્તારોમાં મંગળવારે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં સરેરાશ ૭૫  મી.મી. વરસાદ પડ્યો હતો. ઉમરગામમાં ૯૩  મી.મી. અને વાપીમાં ૯૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. ડાંગના વઘઈમાં ૭૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. નવસારીમાં પણ ખેરગામ, વાસદા અન ચીખલીમાં પણ ૬૦  મી.મી. વરસાદ પડ્યો હતો. જયારે સુરતના મહુવા, પાલસણા અને ઉમરપાડામાં ૩૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.(

(4:01 pm IST)