Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પાકિસ્તાનીએ અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી

પાકિસ્તાની સેનાના પૂર્વ DG સરદાર અરશદ રફીકે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની સિફારિશ કરી છે

નવી દિલ્હી તા. ૭ : ગુજરાતમાં કોંગ્રેસમાં આંતરીક ડખાની ખબરો અનેકવાર અખબારો અને ટીવીઓમાં આવી ચુકી છે. તો ગુજરાતમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ છે તેવા સવાલ પણ અનેકવાર ઉઠ્યા છે. જોકે, કોંગ્રેસ આ મુદ્દાને ટાળીને સરકાર બન્યા પછીની વાત ગણાવી રહી છે. એવામાં ભારતના કે કોંગ્રેસના નેતાએ નહીં પણ એક પાકિસ્તાનીએ કોંગ્રેસના રાજયસભાના ઉમેદવાર અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવાની વાતનું સમર્થન કર્યું છે.

અહેમદ પટેલને લઈને એક ન્યૂઝ ચેનલે આ દાવો કર્યો છે. ચેનલ મુજબ, અહેમદ પટેલને પાડોશી દેશ પાકિસ્તાનથી પણ સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાની સેનાના પૂર્વ ઝ્રઞ્ સરદાર અરશદ રફીકે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની સિફારિશ કરી છે.

ફેસબૂક પોસ્ટના માધ્યમથી તેમણે અહેમદ પટેલને સમર્થન કરવાની વાત કરી છે. ન્યૂઝએકસે દાવો કર્યો પછી આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પૂર્વ ડીજી રફીકે પાકિસ્તાની સેના સિવાય ઈન્ટેલીજન્સ બ્યુરોમાં પણ કામ કર્યું છે. ૯ અને ૧૪ એમ બે તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી થવાની છે આ પહેલા રાજકીય પક્ષોનો પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. પરંતુ કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવારની કોઈ જાહેરાત કરી નથી.

તાજેતરમાં સામે આવેલા ઓપિનિયન પોલ અને મહાપોલમાં પણ ભાજપ સરકાર બનાવી રહી હોવાના આંકડા સામે આવી રહ્યા છે. જોકે, કેટલાક સર્વેમાં ભાજપની બેઠકોમાં દ્યટાડો થઈ રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ભાજપ ફરી સત્ત્।ામાં આવવા અને કોંગ્રેસ ગુજરાતમાં થયેલા આંદોલનોના આધારે ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યો છે.

વર્ષોથી કોંગ્રેસનો સાથ આપી રહેલા અહેમદ પટેલનું કોંગ્રેસ અને ભારતીય રાજકારણમાં મોટું નામ રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ડખાને ખાળવા માટે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના સમર્થકો અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાતનું સમર્થન કરી રહ્યા છે. આ વીડિયો વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ભાજપ દ્વારા આ વીડિયોને લઈને ટિકાઓ કરવામાં આવી રહી છે અને કોંગ્રેસ પર સવાલો પણ ઉઠવવામાં આવી રહ્યા છે. પોતાને ભાજપ દિલ્હીના પ્રવકતા ગણાવતા તેજેન્દ્ર બગ્ગાએ તો આ મામલે ટ્વીટ કરવાની સાથે આશ્ચર્ય વ્યકત કર્યું છે અને સવાલ કર્યો છે. બગ્ગાએ રાહુલ ગાંધીને સવાલ કર્યો છે કે, શું અહેમદ મિયા તમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે?

(4:00 pm IST)