Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પૂર્વ વડાપ્રધાન રાજકોટમાં

પહેલા તબકકાના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની આજે રાજકોટમાં હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં પૂર્વ વડાપ્રધાને ભાજપ ઉપર આકરા પ્રહારો કરેલ. ઉપરોકત તસવીરોમાં ઉપરથી પ્રથમ તસવીરમાં મનમોહનસિંહજી લાક્ષણીક મુદ્દામાં દર્શાય છે. ઉપરની પેનલમાં મનમોહનસિંહ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, ૬૯ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલભાઈ રાજગુરૂ, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુત, રાજકોટ-૭૦ના ઉમેદવાર ડો.દિનેશભાઈ ચોવટીયા તથા અન્ય અગ્રણીઓ પત્રકારોના પ્રશ્ન સાંભળી રહેલ દર્શાય છે. જયારે નીચેની તસ્વીરમાં મનમોહનજી કંઈક વાત સાંભળતા હતા. નિચેની તસવીરમાં ડાબેથી ઈન્દ્રનીલભાઈએ મનમોહનસિંહને આવકાર્યા હતા સાથે ૭૧ ધારાસભાના ઉમેદવાર વશરામભાઈ સાગઠીયા દેખાય છે. જયારે નિચેની વચ્ચેની તસવીરમાં આવકારને સ્વીકારતા મનમોહનસિંહજી તથા અંતિમ તસવીર કોન્ફરન્સ હોલમાં એન્ટ્રી સમયની છે.(તસવીરઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)