Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મનમોહનસિંઘજી રાજકોટમાં : કોંગ્રેસ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત

રાજકોટ : દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ આજે રાજકોટમાં છે. તેઓ બપોરે ફલાઈટ મારફત રાજકોટ આવ્યા હતા. એરપોર્ટ ખાતે કોંગી આગેવાનો શ્રી અશોક ગેહલોતજી, ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મનમોહનસિંઘ સીધા જ અહીંના કબા ગાંધીના ડેલાની મુલાકાતે જવા રવાના થયા હતા. જયાં તેઓએ ગાંધીજી અહીં શું કાર્ય કરતા તે અંગે આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને જીણવટભરી માહિતી મેળવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:32 pm IST)