Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રાજકોટ ગુજરાતનું જ નહિં ભારતનું પણ ગૌરવ

મોદીજીએ કયારેય મારી સાથે વાત નથી કરી કે મને મળવા નથી આવ્યા, કોઈપણ મુખ્યમંત્રી મને મળવા આવે તેમાં પ્રોબ્લેમ ન હોય

રાજકોટ : મનમોહનસિંહે જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતનું જ નહીં ભારતનું પણ ગૌરવ છે. રાજકોટ ઓટોમોબાઇલ ક્ષેત્રનું હબ માનવામાં આવે છે તેમજ જીએસટીથી જેતપુર, સુરત, મોરબી અને વાપીના નાના ઉદ્યોગોને અસર પડી છે. કાળુ નાણુ સફેદ થયું છે પરંતુ મોટાભાગની નોટો બેંકમાં પરત આવી છે. નોટબંદ્યીને કારણે રોજગારી પર અસર પડી,નવી રોજગારીની તકો દ્યટી રહી છે. ડોમેસ્ટીક ઉદ્યોગો પડી ભાંગ્યા અને ચીનને ફાયદો થયો છે. આપણું અર્થતંત્ર નબળુ પડતા ચીનને લાભ થયો છે. જીડીપી દ્યટી રહી છે જેની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે. તેમજ રૂપાણી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

રામ મંદિરને લઇને મનમોહનસિંદ્યે કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનો જે ફેંસલો હશે એ માન્ય રહેશે. મોદીએ કહ્યું નર્મદા મુદે વાત કરવા માગતા હતા પણ પ્રધાનમંત્રી ન મળતા મોદીજીએ કયારે પણ મારી સાથે વાત નથી કરી એ મને મળવા જ નથી આવ્યા. કોઈપણ મુખ્યમંત્રી મને મળવા આવે એમા મને પ્રોબ્લેમ ન હોય.

(3:31 pm IST)