Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017


ટ્રમ્પે જેરૂસલેમની માની રાજધાનીઃ ISએ આપી ધમકી

ચેતવણીઓને નજર અંદાજ કરી

વોશિંગ્ટન તા. ૭ : આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીઓને નજરઅંદાર કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી દીધી છે. તેમણે દાયકાઓ જૂની અમેરિકા અને આંતરરાષ્ટ્રીય નીતિને તોડીને આમ કર્યું. આ પગલાંથી ઇઝરાયલ ખુશ છે તો બીજીબાજુ આંતરરાષ્ટ્રીય બિરાદરીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેઓ ટ્રમ્પના આ પગલાંને પશ્ચિમ એશિયામાં હિંસા ભડકાવાનું પગલું માની રહ્યાં છે. આ પગલું પૂર્વ અમેરિકન પ્રશાસનોની કોશિષોની વિપરીત મનાઇ રહ્યું છે જો કે આ પગલાંને અશાંતિના ડરથી અત્યાર સુધી રોકવામાં આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે તેને શાંતિ માટે ઉઠાવેલ પગલું ગણાવ્યું છે જે વર્ષોથી રોકાયેલ હતું. વ્હાઇટ હાઉસમાં સંબોધિત કરતાં સમયે ટ્રમ્પે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની બનાવામાં આવે. તેમણે કહ્યું કે ફિલિસ્તીન સાથે વિવાદ છતાંય જેરૂસલેમ પર ઇઝરાયલનો અધિકાર છે. 'આ વાસ્તવિકતા સિવાય બીજું કશું નથી.'

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રાલયને યુએસ દૂતાવાસને તેલ અવીવથી જેરૂસલેમ શિફટ કરવાનો નિર્દેશ અપાયો છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયામાં હજુ એક વર્ષનો સમય લાગી શકે છે. ટ્રમ્પના આ નિર્ણય પહેલાં પણ અરબ દેશોમાં તેનો વિરોધ કર્યો. ગાઝામાં ફિલિસ્તીની પ્રદર્શકોએ અમેરિકા અને ઇઝરાયલનો ઝંડો સળગાવ્યો. યુરોપમાં અમેરિકાની નજીક કહેવાતા લોકોએ પણ આ પગલાં પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

તેલ અવીવ સ્થિત અમેરિકન એમ્બસીને જેરૂસલેમ લઇ જવાની અમેરિકાની જાહેરાત બાદ અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટે અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી છે.(૨૧.૮)

 

(11:49 am IST)