Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ચેન્નઇ એકસપ્રેસની દીપિકાની જેમ

ઊંઘમાં ઊઠીને ચિલ્લાવાની આદત તમને પણહોય તો પાર્કિન્સન્સ ડિસીઝ થઇ શકે છે

નવી દિલ્હી તા. ૭ :.. જે લોકો રાતે સૂતા પછી પણ રેસ્ટલેસ હોય છે તેમનું મન ઉદ્વિગ્ન હોય છે. જે લોકો વારંવાર પડખાં ઘસ્યા કરે છે તેમને પાર્કિન્સન્સ ડીસીઝ થવાની સંભાવના વધુ હોય છે. ડેન્માર્કની  આર્હસ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે જયારે મગજમાંથી ડોપામિન નામના કેમિકલનો સ્ત્રાવ ઘટે છે ત્યારે ઊંઘ દરમ્યાન મગજ અશાંત અને ઉચાટમય રહે છે. ડોપામિન કેમિકલનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થતો હોય તો વ્યકિત ગાઢ ઊંઘમાં એટલે કે રેપિડ આઇ મુવમેન્ટના તબકકામાં શાંતિથી સ્થિર થઇને સૂતી હોય છે. આ કેમિકલની ઊણપને કારણે શરૂઆતમાં લોકો પડખાં ઘસે છે, લાતો મારે છે, બૂમો પાડે છે, બબડે છે. ટૂંકમાં, ઊંઘમાં અજાગ્રત અવસ્થા દરમ્યાન કન્ટ્રોલ બહાર શરીરની મુવમેન્ટ થતી હોય તો નજીકના ભવિષ્યમાં જ પાકિન્સન્સ ડીસીઝ થવાની સંભાવના વધુ હોય છે. આવું થાય ત્યારે વ્યકિત શું કરે એ સમજવું હોય તો દીપિકા પાદુકોણની 'ચેન્નઇ એકસપ્રેસ' ફિલ્મ યાદ કરો. એક દ્રશ્યમાં દીપિકા ઊંઘમાં જ એકદમ અગ્રેસીવ થઇને જોરજોરથી બબડાટ કરવા લાગે છે. ફિલ્મમાં ભલે એ કોમેડી સીન હોય, પણ આવું રિયલ લાઇફમાં પુખ્ત વયની વ્યકિતઓમાં થતું હોય તો એ ચેતાતંતુઓની ગરબડનું લક્ષણ છે.

(11:59 am IST)