Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હવે ઓલા અને ઉબરના ડ્રાઇવરે દરેક પિક-અપ વખતે સેલ્ફી લઇને કંપનીને મોકલવો પડશે

નવી દિલ્હી તા. ૭ : ઓલા અને ઉબર જેવી મોબાઇલ એગ્રિગેટ કંપનીઓની ટેકસીઓમાં પ્રવાસીઓની સલામતીની જોગવાઇઓને સખત બનાવવામાં આવી છ.ે હવે ઉબરના ડ્રાઇવર પાર્ટનર્સે સમયાંતરે ભાડા લેતી વખતે ઓનલાઇન જતા પહેલા સેલ્ફી લઇને કંપનીને મોકલવાનો રહેશે. રિયલ ટાઇમ આઇડેન્ટિટી ચેકિંગ માટે આ જોગવાઇ અત્યંત મહત્વપૂર્ણ નીવડશે.

ઉબર કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'એ જોગવાઇથી દરેક સમયે સંબંધિત ટેકસી કંપનીમાં નોંધાયેલો ડ્રાઇવર જ વાહન ચાલવે છેકે અન્ય કોઇ ડ્રાઇવર ચલાવે છે. એ સ્પષ્ટ થશે. જો કંપનીમાં નોંધાયેલા ડ્રાઇવરના ચહેરા સાથે એ ડ્રાઇવરનો ચહેરો સામ્ય ધરાવતો નહીં હોય તો ડ્રાઇવર રાઇડ્સ સ્વીકારી ન શકે એ રીતે તેને બ્લોક કરી દેવામાં આવશે.'(૬.૮)

 

(11:44 am IST)