Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017


સ્પાઇસ જેટ આપી રહ્યું છે ફ્રીમાં હવાઇ મુસાફરીની તક

નવી દિલ્હી તા. ૭ : સ્પાઇસ જેટ ફ્રીમાં હવાઈ મુસાફરી કરવાની ઓફર આપી રહ્યું છે. વિશ્વાસ નહીં થાય પરંતુ આ વાત એકદમ સત્ય છે. આ ઓફરના લાભ માટે તમારે જે જગ્યાએ જવું છે ત્યાંની ટિકિટ બુક કરાવવાની રહેશે. ત્યારબાદ સ્પાઈસજેટ તમારા બધા પૈસા પાછા કરી દેશે. નવા ઓફર હેઠળ એરલાઇન્સ મુસાફરોને પોતાના મુસાફરી ભાડાને રિડીમ કરાવવાના ઓફર આપી રહ્યા છે. સ્પાઇસ જેટની આ ઓફર ૧ ડિસેમ્બરથી શરુ થઈ ચૂકી છે અને ૩૧ ડિસેમ્બર૨૦૧૭ સુધી ચાલશે. આ ઓફર હેઠળ ખરીદાયેલા ટિકિટ પર ૧ ડિસેમ્બર ૨૦૧૭થી લઈને ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી યાત્રા કરી શકાય છે.

આ ઓફરનો લાભ લેવા માટે સ્પાઇસ જેટની વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની રહેશે. ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટના પૂરા પૈસા ચૂકવવાના રહેશે. ટિકિટ બુક કરાવ્યા બાદ www.spicestyle.com પર જવાનું રહેશે. જો અહીં તમારું અકાઉન્ટ પહેલાથી હોય તો લોગિન કરી લો અથવા તો અકાઉન્ટ બનાવીને લોગિન કરો. અહીં તમારે તમારી ટિકિટની તમામ ડિટેલ્સ નાખવાની રહેશે. ડિટેલ્સ નાખ્યા બાદ ઈમેઈલ અને મોબાઈલ પર એક કોડ આવશે. આ બાદ સ્પાઈસ સ્ટાઈલ પર માય અકાઉન્ટમાં આવી રહેલા સ્ટાઈલકેશ પર જાવ. અહીં જઈને મોબાઈલ અને મેઈલ પર આવેલા કોડને નાખો. તેમા તમારા ટિકિટના અમાઉન્ટના બરોબર પૈસા આવી ગયા હશે. અહીંથી તમે વાઉચર્સ લઈ શકો છો. પરંતુ આ પૈસાને તમે તમારા બેંક અકાઉંટમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.

સ્ટઈલકેશ સ્પાઈસ સ્ટાઈલનો ઈ વોલેટ છે. સ્પાઈસ સ્ટાઈલથી કઈ પણ ખરીદવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. શોપિંગ કરતા સમયે ધ્યાન રાખો કે એક ટ્રાન્ઝેકશનમાં માત્ર ૩૦ ટકા જ તમારા વોલેટમાં આવેલા પૈસાનો ઉપયોગ કરી શકાય છે. બાકીની રકમ તમારા બેંક અકાઉન્ટમાંથી ચૂકવવાની રહેશે. સ્પાઇસ જેટની વેબસાઈટ પ્રમાણે એક PNRF પર એક જ વાઉચર મળશે. આ વાઉચરથી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી શોપિંગ કરી શકાય છે. તે બાદ તે એકસપાયર થઈ જશે. વધુ એક ખાસ વાત એ છે કે તેને બીજા કોઈ સ્પેશિયલ ઓફર સાથે લાગુ નહી કરાવી શકાય.

(11:30 am IST)