Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રીઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેકશન પર ચાર્જ ઓછો કર્યો

ડિજીટલ લેણદેણ પર લાગશે ઓછો ચાર્જઃ QR અને MDR ટ્રાન્જેકશન ચાર્જ ઘટયો

મુંબઇ તા. ૭ : ડિજિટલ લેણદેણને વધારો આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રિઝર્વ બેન્કે ડેબિટ કાર્ડ ટ્રેન્ઝેકશન પર બુધવારે ચાર્જમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત આવા કાર્ડથી લેણદેણ માટે અલગ-અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્રિય બેન્કની હાલની નોટિફિકેશન અનુસાર ૨૦ લાખ રૂપિયા સુધી વાર્ષિક કારોબાર કરનારા નાના મર્ચન્ટ માટે MDR ચાર્જ ૦.૪૦ ટકા કરી દીધો છે. જેમાં પ્રત્યેક લેણદેણ પર ચાર્જની સીમા ૨૦૦ રૂપિયા રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા POS દ્વારા લેણદેણ પર લાગૂ થશે.

તો QR કોડ આધારિત લેણદેણમાં ચુકવણી સ્વીકારવા પર ચાર્જ ૦.૩૦ ટકા રહેશે અને તેમાં પ્રત્યેક ડિલ પર ૨૦૦ રૂપિયાના ચાર્જની સીમા નક્કી છે. જો કોઈ વેપારીનો વાર્ષિક કારોબાર ૨૦ લાખ રૂપિયાથી વધારે છે તો MDR ૦.૯૦ ટકા હશે. અને તેમાં પ્રત્યેક લેણદેણ પર ૧,૦૦૦ રૂપિયાનો ચાર્જ હશે. તેમાં QR કોડ દ્વારા લેવડ દેવડ પર ચાર્જ ૦.૮૦ અને મહત્ત્।મ ચાર્જની રકમ ૧૦૦૦ રૂપિયા રહેશે.

MDR બેન્ડ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મર્ચન્ટ એટલે કે વ્યાપારિક એકમ પર લાગે છે. તેના અંતર્ગત કેન્દ્રિય બેન્કના કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારનારા વેપારી એકમોના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે ચાર્જના દરોમાં ફેરફાર કર્યો છે. તેનું એક લક્ષ્ય બેન્કોની રોકડ રહિત અથવા ઓછી રોકડ વાળી પ્રણાલીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.

આ પહેલા કેન્દ્રિય બેન્કએ બુધવારે મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ના પ્રસ્તાવ સાથે આ વિશે વિકાસાત્મક અને નિયામકીય નીતિઓ પર નિવેદન જારી કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે મર્ચેન્ટ એકમોના વિસ્તૃત નેટવર્ક પર સામાન તથા સેવાઓની ખરીદી માટે ડેબિટ કાર્ડથી ચુકવણીને વધારે જોર આપવાના ઉદ્દેશ્યથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માટે રૂપરેખા યુકિતસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમડીઆર ડેબિટ કાર્ડ દ્વારા લેવડ દેવડ પર મર્ચેન્ટની શ્રેણીના આધાર પર લાગૂ થાય છે.

મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) તે કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્જેકશન સેવા માટે દુકાનદાર બેન્કને આપે છે. પોઈન્ટ ઓફ સેલ મશીન બેન્ક દ્વારા લગાવવામાં આવે છે. ૨૦૧૨થી ભારતીય રિઝર્વ બેન્કે ૨,૦૦૦ રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્જેકશન પર ૦.૭૫% MDR નક્કી કરી રાખી છે. જયારે ૨,૦૦૦થી ઉપરના ટ્રાન્જેકશન પર ૧% MDR લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બેન્ક દ્વારા MDR તરીકે કમાણી કરેલી રકમમાંથી કાર્ડ દ્વારા બેન્ક અને કેટલોક હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા વીઝા, માસ્ટરકાર્ડ અથવા NPCIને આપવામાં આવે છે. આ ચાર્જના કારણે જ દુકાનદાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાય છે

(9:53 am IST)