Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017


પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

નવી દિલ્હી તા. ૭ : સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ૮૯ સીટ માટેનો પ્રચાર આજે સાંજે ૫ વાગે પૂરો થવાનો છે. આમ છતાંય ગુજરાત ભાજપ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી માટે તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં નિષ્ફળ ગયુ છે. પ્રથમ ફેઝ માટે મતદાન ૯ ડિસેમ્બરના રોજ થવાનુ છે.

ચૂંટણીની આચારસંહિતા મુજબ ૭ ડિસેમ્બરે સાંજે ૫ વાગ્યા પછી પક્ષ કોઈપણ જાહેરસભા કે રેલી યોજી હિ શકે. ગુજરાત કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદા કર્યા છે જેમાં પાટીદાર તથા બીજી જાતિઓ માટે અનામતના વાયદાનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે ગુજરાત ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નથી.

ભાજપે ૬ ડિસેમ્બરની રાત સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નહતો. અગાઉ પ્રેસને સંબોધન કરતી વખતે ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વિવિધ પ્રકારના મતદાતાઓનો અભિપ્રાય લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા પાછળ ઘણી કવાયત કરી છે. આ અંગે સંપર્ક કરાતા ભાજપના પ્રવકતાએ પાર્ટીનો પ્લાન જાહેર કરવાની મનાઈ કરી દીધી હતી.

(9:50 am IST)