Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જાન્‍યુઆરીની ૩૦મી તારીખે કોંગ્રેસ તથા રાષ્‍ટ્રને સૌ પ્રથમ વખત સંબોધન કરશેઃ હાઉસના સ્‍પીકર પૌલરાયને અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને પત્ર પાઠવી સંબોધન કરવા કરેલો અનુરોધઃ ગયા વર્ષે ફેબ્રુઆરી માસમાં કોંગ્રેસને કરવામાં આવેલુ સંબોધનએ ઔપચારીક હતું: આવતા વર્ષે રાષ્‍ટ્રને કરાનારા સંબોધન અંગે પ્રજાના કલ્‍યાણના માટે કરાનારા કાર્યોનો સમાવેશ કરવા કરેલો અનુરોધ

(સુરેશ શાહ દ્વારા) શિકાગોઃ હાઉસના સ્‍પીકર પૌલરાયને નવેમ્‍બર માસની ૩૦મી તારીખે ગુરૂવારે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને એક પત્ર પાઠવી આગામી જાન્‍યુઆરી માસની ૩૦મી તારીખને મંગળવારે કોંગ્રેસના બંન્‍ને ગૃહોના સભ્‍યોને સંયુક્‍તપણે તથા રાષ્‍ટ્રને સંબોધન કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે આ સંબોધન તેમનુ સૌ પ્રથમ વખતનું જ સંબોધન હશે.

આ અગે જાણવા મળે છે તેમ ચાલુ વર્ષની ૨૦મી જાન્‍યુઆરીના રોજ અમેરીકાના ચુંટાયેલા પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાા પ્રમુખના હોદ્દાનો અખત્‍યાર સંભાળ્‍યા બાદ ફેબ્રુઆરી માસના સમયગાળા દરમ્‍યાન તેમણે બંન્‍ને ગૃહોના સભ્‍યોને જે સંબોધન કરેલ તે ઔપચારિક પ્રકારનું હતુ પરંતુ ૩૦મી જાન્‍યુઅીએ જે સંયુક્‍ત ગૃહોને સંબોધન કરવામાં આવનાર છે તે તેમનું પ્રથમ ઓફીસીયલ સંબોધન કહેવાશે.

હાઉસના સ્‍પીકર પૌલ રાયને પોતાની પાર્ટીના અગ્રણી અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે જયારે તેઓ રાષ્‍ટ્ર તથા બંન્‍ને હાઉસના સભ્‍યોને સંબોધન કરવા માટે ચેમ્‍બરમાં પધારે ત્‍યારે આવતા વર્ષે હાથ ધરાનારા કામોની આછેરી રૂપરેખા અમેરીકન પ્રજાને જણાવે તથા ચાલુ વર્ષે તેમણે કરેલા કાર્યોની પણ તેઓ ઝાંખી કરાવે એવું જણાવવામાં આવેલ છે  

(9:57 pm IST)