Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ચીનથી આવવાનો છે વધુ એક મોતનો વાયરસ

ચીનના વુહાનથી નીકળેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કાળોકેર મચાવી રહ્યો છે ત્યાં એક નવા બ્રુસીલોસિસ વાયરસે માથુ ઉંચકયું : ૬૦૦૦ સંક્રમિતઃ ચીનની સરકારનો સ્વીકાર... બ્રુસીલોસિસ વાયરસ પણ કોરોનાની જેમ વિશ્વભરમાં ફેલાઇ જશે અને મહામારીનું સ્વરૂપ લઇ લેશે

નવી દિલ્હી તા. ૭ : ચીનના વુહાન શહેરથી નીકળેલા કોરોના નામના વાયરસે વિશ્વભરમાં કાળો કેર મચાવ્યો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે, ૧ વર્ષ બાદ પણ વિશ્વમાંથી આ વાયરસ નાશ પામી શકયો નથી. આ વાયરસે ૬ લાખથી વધુ લોકોના જીવ લીધો છે અને ૪ કરોડથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે. આટલા દિવસો વિતવા છતાં પણ આ કાળમુખા વાયરસને મારી નાખતી વેકસીન પણ તૈયાર થઇ શકી નથી કારણ કે વાયરસ વૈજ્ઞાનિકોને પણ સમજાતો નથી એવામાં ચીનમાં વધુ એક જીવલેણ વાયરસે દેખા દીધા છે. ચીન પર હવે બ્રુસીલોસિસ નામના વાયરસે જન્મ લીધો છે. તેણે ૬૦૦૦થી વધુ લોકોને પોતાના શિકંજામાં લીધેલ છે. ચીન સરકાર આ લોકોનો ઇલાજ કરાવી રહી છે પણ આ લોકો હજી સાજા થયા નથી.

ચીન સરકારે એ બાબતનો સ્વીકાર કર્યો છે કે આ બ્રુસીલોસિસ વાયરસ બીજી મહામારી તરફ ઇશારો કરે છે. કોરોના વાયરસની જેમ આ પણ વિશ્વમાં ફેલાઇ જશે અને એક મહામારીનું સ્વરૂપ લઇ લેશે. ચીનની બાયો ફાર્માસ્યુટીકલ કંપનીએ જણાવ્યું છે કે બ્રુસીલોસિસ વાયરસને માલ્ટા ફીવરના નામથી પણ ઓળખી શકાય છે. WHOએ કહ્યું છે કે, આ વાયરસ સંક્રમિત જાનવરોની ડેરી પ્રોડકટ કે હવા થકી ફેલાય છે તેના લક્ષણ ફલૂ જેવા હોય છે.

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસથી દુનિયા હજુ લડી રહી છે ત્યારે અહીં એક નવા વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસથી ૬૦૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસનું નામ બ્રૂસીલોસિસ છે. જાણો શું છે આ વાયરસના લક્ષણો અને કેવી રીતે ફેલાય છે તે વિશે.

ચીનના ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોના સ્વાસ્થ્ય વિભાગે આ વાયરસની પુષ્ટિ કરી છે. મળતી માહિતી અનુસાર ૬૦૦૦થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ચૂકયા છે. બ્રૂસીલોસીસ વાયરસને માલ્ટા ફીવરના નામે પણ ઓળખવામાં આવે છે. તેને એક રીતનો જુનોટિક બેકટેરિયલ સંક્રમણ ગણવામાં આવે છે.

અહીની સરકારે કુલ ૫૫૭૨૫ લોકોના ટેસ્ટ કરાવ્યા છે જેમાંથી ૬૬૨૦ લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સરકારે સ્વીકાર્યું છે કે ૧૪ સપ્ટેમ્બર સુધી આ બીમારીના ૩૨૪૫ કેસ હતા. જે ૨ મહિનામાં બમણાથી વધી ગયા છે. વધતા સંક્રમિત કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે.

ચીનમાં સંક્રમણના દર્દીઓ રોજેરોજ વધી રહ્યા છે. WHOના આધારે આ વાયરસ સંક્રમિત જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી કે પછી ડેરી પ્રોડકટથી કે હવાની મદદથી પમ ફેલાય છે. એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીમામં થયેલા લીકેજના કારણે આ વાયરસ ચીનમાં ફેલાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

માલ્ટા તાવના લક્ષણો ફલૂ જેવા હોય છે. જેમકે તેમાં તાવ અને માથું દુઃખવું, માંસપેશીઓમાં દર્દ, થાક અને નબળાઈનો અનુભવ, કેટલાક અંગોમાં સોજા આવવો.

જે વિસ્તારોમાં આ વાયરસ ફેલાયો છે ત્યાં જાનવરોના સંપર્કમાં આવ્યા બાદ પોતાને સેનેટાઈઝ કરવું જરૂરી બન્યું છે. સંક્રમિત પશુનું દૂધ પીવાથી બચવું. દૂધને ઉકાળીને ઉપયોગમાં લેવું. કાચા દૂધનું સેવન ન કરવું. ઘરમાં પશુ લાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તેની બ્રૂસીલોસિસની તપાસ કરાવો. પશુની સાથે પણ શારીરિક અંતર રાખો તે જરૂરી છે.

(10:35 am IST)