Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કરતારપુર મામલે પાકિસ્તાને નથી મારી પલટી: વિદેશ મંત્રાલયે પ્રથમવાર સપોર્ટમાં કરી સ્પષ્ટતા

બંને દેશો વચ્ચે જે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર થાય તે મુજબ પાસપોર્ટ જરૂરી છે

નવી દિલ્હી : કરતારપુર સાહિબ જનારા ભારતીય શ્રદ્ધાળુઓ માટે જરૂરી રહેશે. પાકિસ્તાન તરફથી વિરોધાભાસી નિવેદનો બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે બંને દેશોની વચ્ચે જે મેમોરેન્ડર ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા છે તે મુજબ પાસપોર્ટ જરૂરી છે. બધુ સમજૂતી પ્રમાણે જ થશે તેમાં એકપક્ષીય પ્રક્રિયા હેઠળ કોઇ પરિવર્તન નહીં થાય.

    રવિશકુમારે કહ્યું કે સમજૂતીમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે શ્રદ્ધાળુઓ માટે ક્યા ક્યા દસ્તાવેજોની જરૂરિયાત હશે.

(6:59 pm IST)