Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ગાયના દૂધમાં સોનું છે:બીજેપી નેતાના નિવેદન બાદ ગાયને લઈને ગોલ્ડ લોન લેવા પહોંચ્યો !!

પશ્ચિમ બંગાળના ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદનની ભારે ટિક્કા

કોલકતા : પશ્ચિમ બંગાળમાં એક નોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના નિવેદન પછી એક વ્યક્તિ પોતાની બે ગાયોને લઈને બેંક પહોંચી ગયો અને તેના બદલામાં બેંક પાસેથી ગોલ્ડ લૉનની માંગણી કરવા લાગ્યો.હતો 

 તાજેતરમાં ભાજપા નેતા દિલીપ ઘોષે એક નિવેદન આપ્યું હતું. તેણે કહેલું કે, ગાયોના દૂધમાં સોનું હોય છે. આ નિવદેનને સાંભળીને આ વ્યક્તિ ગોલ્ડ લોન લેવા માટે પહોંચી ગયો હતો. આ મામલો સામે આવ્યા પછી દિલીપ ઘોષની ખાસ્સી ટીકા થઈ રહી છે.

ગોલ્ડ લોન લેવા માટે આવેલ વ્યક્તિએ કહ્યું, હું બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે આવ્યો છું. માટે હું મારી સાથે ગાયો પણ લઈને આવ્યો છું. મેં સાંભળ્યું છે કે, ગાયોના દૂધમાં સોનું હોય છે. મારો પરિવાર આ ગાયો પર જ આધાર રાખે છે. મારી પાસે 20 ગાયો છે અને જો મને લોન મળી જશે તો હું પોતાના વેપારને આગળ વધારી શકીશ.

  ઘોષના નિવદેન પછી તેની ટીકા થઈ રહી છે. ગરાલગાછા ગ્રામ પંચાયતના પ્રધાન મનોજ સિંહે દિલીપ ઘોષના આ નિવેદનની ટીકા કરતા કહ્યું, તેમના તે નિવેદન પછી હવે લોકો તેમની ગાયોની સાથે આવી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, તેમની ગાયોના બદલામાં તેમને લોન મળી શકે છે. મારી પંચાયતમાં રોજ લોકો ગાયો લઈને આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેમની ગાયો રોજ 15-16 લીટર દૂધ આપે છે, તો અમને લોન મળવી જોઈએ.

દિલીપ ઘોષે કહેલું, ગાય અમારી માતા છે અને અમારા મતે ગાયને મારવી એ અસામાજિક છે. દેશી ગાયના દૂધમાં સોનું હોય છે, અને તેથી જ તેનું દૂધ સોનેરી દેખાય છે.

(1:22 pm IST)