Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

૧૧૦૦૦ વોલ્‍ટનો કરન્‍ટ લાગતાં હ્રદય શરીરમાંથી બહાર આવી ગયું, ૩ સર્જરી કરીને માંડ જીવ બચાવાયો

જોધપુર તા ૭  :  રાજસ્‍થાનના જોધપુરમાં રહેતા ૧૭ વર્ષના દિનેશ પરિહારને બે મહિના પહેલાં ૧૧૦૦૦ વોલ્‍ટનો વીજળીનો કરન્‍ટ લાગ્‍યો હતો. કરન્‍ટથી તેનું હ્રદય શરીરની બહાર આવી ગયું હતું. જેને  કારણે તેનું સ્‍વાસ્‍થય જોખમમાં મુકાયું હતું. સાતમી સપ્‍ટેમ્‍બરે તેને ખુબ નાજુક હાલતમાં અમદાવાદ શિફટ કરવામાં આવ્‍યો. વીજળીના કરન્‍ટને કારણે દરદીના શરીરના ઘણા અંગો દાઝી ગયા હતા. હાઇટેન્‍શન વાયરથી જે કરન્‍ટ લાગ્‍યો એનાથી તે પહેલા જ ઝટકામાં જમીન પર પડી ગયો. જોકે જમીન ભીની હતી અને કરન્‍ટવાળા વાયર નીચે હતા એને કારણે તેની છાતી પર અનેક જગ્‍યાએ ઉંડા જખમ થઇ ગયા. કરન્‍ટને કારણે તેના શરીરનો ધણોબધો ભાગ દાઝી ગયેલો. હ્રદયની ઉપરની ત્‍વચા, સ્‍નાયુઓ, નસ, અને હ્રદયની રક્ષા કરતી પાંસળીની પણ ઉપરની પરત દાઝી ગઇ હતી. હ્રદય સુધી કરન્‍ટ પહોંચ્‍યો હોવાથી તેની ક્ષમતામાં પણ ગરબડ થઇ હતી. એમ છતાં તેનું ધડકવાનું ચાલુ હતું હ્રદય લિટરલી બહાર એકસપોઝ થઇ રહ્યું હતું. પરંતુ ડોકટરોએ તેની પર ત્રણવાર સર્જરી કરી. પહેલીવાર દાઝેલો ભાગ દુર કર્યો અને ક્ષતીગ્રસ્‍ત ભાગ દુર કરવા જતાં હાર્ટ અને ફેફસાં પણ ખુલ્લા થઇ જાય એવી સ્‍થિતી હતી. બીજીવાર શરીરના સ્‍વસ્‍થ અવયવોમાંથી ટિશ્‍યુઝ લઇને ગ્રાફટિંગ કરીને હ્રદય-ફેફસાને સરક્ષાકવચ આપવામાં આવ્‍યું. સાત દિવસ આઇસીયુ અને દોઢ મહિનો હોસ્‍પિટલમાં રહીને હવે દરદી સાજો થઇ ગયો છે. ડોકટરનું કહેવું છે કે હવે તેનું હ્રદય સામાન્‍ય વ્‍યકિત જેટલું સ્‍વસ્‍થ થઇ ગયું છે. જોકે હજીયે તેની છાતી પર મોટી નિશાની તો રહી  છે.

(10:25 am IST)