Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

19મીએ રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું ફગાવશે ?

સરકાર ધાર્યું કરાવવા ઇચ્છુક :આરબીઆઇ સ્વાયત્તતા જાળવવા મક્કમ;જબરી ખેંચતાણ

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ 19 નવેમ્બરના રોજ મળનારી કેન્દ્રીય બેન્કની બોર્ડ બેઠકમાં રાજીનામું આપે તેવી શક્યતાઓ છે.ઉર્જિત પટેલની નજીક રહેલા સૂત્રોના હવાલાથી ઓનલાઈન આર્થિક વેબપોર્ટલ 'મનીલાઈફ' દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરાયો છે. 

 અત્રે ઉલ્લેખનીયછે કે, છેલ્લા ઘણા સમયથી સરકાર અને RBI વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. RBI પોતાની સંપૂર્ણ સ્વાયત્તતા ઈચ્છી રહી છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ધિરાણના દર ઘટાડવા માટે અને RBI પાસે જે સરપ્લસ રિઝર્વ નાણાં પડેલા છે તેનો ઉપયોગ કરવા માગી રહી છે. 

 ગયા મહિને બેન્કના ડેપ્યુટી ગવર્નર દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, કેન્દ્રીય બેન્કની સ્વતંત્રતા નજરઅંદાજ કરવું 'સંભવિત વિનાશ'નું પગલું સાબિત થઈ શકે છે.

(7:56 pm IST)