Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મી ટુ અંગે હુમા કુરેશીએ હવે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી

મી ટુના લીધે સારી બાબતો સપાટી ઉપર આવી : ભોગ બનેલ સ્ટારની રજૂઆત સાંભળવામાં આવે તે જરૂરી

મુંબઈ,તા. ૭ : બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત હુમા કુરેશીએ મી ટુને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. હુમા કુરેશીનું કહેવું છે કે હાલમાં ચાલી રહેલા મી ટુના અભિયાનના સંદર્ભમાં ભોગ બનેલી યુવતીઓ અને અભિનેત્રીઓની રજૂઆતો પણ ગંભીરતા પૂર્વક સાંભળવી જોઇએ. તેનું કહેવું છે કે, તેમની રજૂઆત અને સાથે સાથે જરૂરી પગલાના લીધે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં બલ્કે દેશના જુદા જુદા ક્ષેત્રોમાં હકારાત્મક ફેરફાર થશે અને સારા પરિણામ મળશે. હુમા કુરેશીએ કહ્યું હતું કે, મી ટુ ઝુંબેશને લઇને લોકોની રજૂઆત સાંભળવી જોઇએ. હાલના સમયમાં સાહસી મહિલાઓ આગળ આવી રહી છે. જ્યાં સુધી મહિલાઓની વાત છે. વિતેલા વર્ષોમાં પણ મહિલાઓ શિકાર થતી રહી છે. આજે જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા સાહસીરીતે રજૂઆત કરવામાં આવી રહી છે. તેનું કહેવું છે કે તે હાલમાં જ લેડી ગાગાના એક ફોટાને જોઇ ચુકી છે જેમાં તે અલગ જ વસ્ત્રોમાં નજરે પડે છે. તે આ ફોટામાં એમ કહેતી પણ નજરે પડી રહી છે કે, તે જાતિય સતામણીનો શિકાર થઇ ચુકી છે જેથી આ પ્રકારના વસ્ત્રો પહેરી રહી છે. હુમા કુરેશીનું કહેવું છે કે, આ બાબતથી નોંધ લઇને આગળ વધવાની જરૂર છે.

પશ્ચિમમાં અસર કર્યા બાદ હવે બોલીવુડમાં પણ મી ટુની ઝુંબેશ ચાલી રહી છે. બોલીવુડના ઘણા ચહેરાઓને ખુલ્લા પાડી દેવામાં આવ્યા છે. વિકાસ બહલ, ચેતન ભગત, કૈલાશ ખેર, રજત કપૂર, આલોકનાથ, અનુ મલિક, સાજીદ ખાન જેવા લોકોના અસલી ચહેરા લોકોની સામે આવ્યા છે. આ લોકોએ અભિનેત્રીઓ સાથે જાતિય ચેડા કર્યા હતા અને તેમને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું. હુમાનું કહેવું છે કે, મી ટુ ચળવળ ચાલે તે જરૂરી છે. કારણ કે આનાથી સ્થિતિ સુધરશે.

(5:24 pm IST)