Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમેરિકામાં ગઈકાલ 6 નવે.ના રોજ યોજાઈ ગયેલી મધ્યસત્રી ચૂંટણીઓ : મતદાન માટે જોવા મળેલો લોકોનો ભારે ઉત્સાહ પ્રેસિડન્ટ ટ્રમ્પ ભાવિના એંધાણ દર્શાવનારો બની રહેશે

વોશિંગટન :અમેરિકામાં ગઈકાલ 6 ઓક્ટો ના રોજ યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીઓમાં મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ નીતિ રીતિઓ વિરુદ્ધ પારાશીશીરૂપ મતદાન હતું.જે હવે પછીના ટ્રમ્પના આગામી 2 વર્ષો કેવા પુરવાર થશે તે દર્શાવનારું બની રહેશે.

મતદાન મેન, ન્યૂ હૈંપશાયર, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, વર્જીનિયા સહિત 50માંથી 35 રાજ્યોમાં સ્થાનીય સમયાનુસાર સવારે 6 કલાકથી શરૂ થયું હતું. પૂર્વે પ્રતિનિધિ સભામાં બહુમત મળે તે માટે ટ્રંપએ અંતિમ પ્રયાસ પણ કર્યો હતો. 2016માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર હિલેરી ક્લિંટનએ કહ્યું હતું કે ટ્રંપ પ્રશાસના હુમલાને 2 વર્ષ જોયા બાદ હવે તેને અટકાવવાનો સમય આવ્યો છે. અમેરિકી મતાદાતા ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની 435 બેઠક, સેનેટની 100માંથી 35 બેઠક, ગવર્નરની 36 બેઠકો અને દેશભરમાં રાજ્ય વિધાયિકાઓની બેઠક માટે મતદાન કરશે. જેમાં જુદા જુદા પદ ઉપર ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

 

(12:37 pm IST)