Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

૨૫ કરોડનો પાડો : રોજ પીવે છે : ૧ લીટર દારૂ : જોઇએ જુદી-જુદી બ્રાન્ડ

માલિકને વર્ષે ૯૦ લાખની કમાણી કરાવી આપે છે

નવી દિલ્હી તા. ૭ : સોશિયલ મીડિયા પર હાલમાં સુલતાન નામનો પાડો ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, સોનાનો ભાવ ૩૦ લાખ કિલો છે અને સુલતાનની કિંમત ૨૫ કરોડ રૂપિયા છે. આ હિસાબે જોઇએ તો ૭૦ કિલો સોના બરાબર છે સુલતાનની કિંમત.

હરિયાણાના કૈથલના ૨૫ કરોડ રૂપિયાની કિંમતનો પાડો સુલતાન અને કુરુક્ષેત્રનો ૯ કરોડ રૂપિયાની કિંમતનો પાડો આકર્ષણનું કેન્દ્ર રહ્યા. કૈથલના બૂઢાખેડા ગામમાં રહેતા સુલતાનના માલિક નરેશે જણાવ્યું કે, સુલતાન અઠવાડિયામાં ૬ દિવસ સાંજે ખાતા પહેલા દારૂ પીવે છે. દાર પણ જુદી જુદી બ્રાન્ડનો પીવે છે. માત્ર મંગળવારે તે દારૂ પીતો નથી.

સુલતાન રવિવારે ટીચર્સ, સોમવારે બ્લેક ડોગ, બુધવારે ૧૦૦ પાઇપર, ગુરુવારે વેલેન્ટાઇન, શનિવારે બ્લેક લેબલ અથવા શિવાસ રિગલ પીવે છે. સીમન વધારવા માટે સુલતાનને દારૂ પીવડાવે છે. તેને દવાની જેમ આપવામાં આવે છે. સુલતાનની ઉંમર ૯ વર્ષ છે. સુલતાન મુર્રા નસલનો પાડો છે.

છ વર્ષ પહેલા રોહતકથી ૨ લાખ ૪૦ હજાર રૂપિયામાં સુલતાનનો ખરીદ્યો હતો. એક વિદેશીએ ગત દિવસોમાં તેની કિંમત ૨૫ કરોડ રૂપિયા લગાવી હતી. સવારના નાસ્તામાં સુલતાન દેશી ઘીનો મલીદો અને દૂધ પીવે છે.

સુલતાન આખા વર્ષમાં ૩૦ હજાર સીમનનો ડોઝ આપે છે જે ૩૦૦ રૂપિયા પ્રતિ ડોઝ વેચાય છે. આ હિસાબે તે વાર્ષિક ૯૦ લાખ રૂપિયાની કમાણી કરે છે.

(12:00 pm IST)