Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કંપનીઓ દ્વારા કર્મચારીઓને મળતી ભેટને નડી GSTની અસર

કોર્પોરેટ ગિફટનું બજાર હળવું રહ્યું અને કંપનીઓએ એમ્પલોઇ અને નોન-એમ્પલોઇ બન્ને પર ખર્ચમાં ઘટાડો કર્યો

નવી દિલ્હી તા. ૭ : આ દિવાળી પર કોર્પોરેટ ગિફટનું બજાર હળવું રહ્યું અને કંપનીઓએ એમ્પલોઈ અને નોન-એમ્પલોઈ બન્ને પર ખર્ચમાં ઘટાડો કર્યો છે. જયાં એક તરફ વધારે ગિફટ આઈટમો પર ટેકસ રેડનો ભાર છે, ત્યારે GST એકટમાં ગિફટની કોઈ સ્પષ્ટ પરિભાષા ન આપીને તેને ઈનપુટ ટેકસ ક્રેડિટથી વંચિત રાખ્યું છે. ઈન્ડસ્ટ્રી માંગ કરી રહ્યું છે કે દરેક ગિફટનું કારણ કોઈ ને કોઈ રુપમાં બિઝનેસ વધારવાનું છે. એવામાં ગિફટની ખરીદી પર અપાયેલા ટેકસને ક્રેડિટ મળવું જોઈએ.

પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ઈનડાયરેકટ ટેકસ કમિટીના ચેરમેન બિમલ જૈને જણાવ્યું કે, અમે એક વર્ષથી માંગ કરી રહ્યા છીએ કેબિઝનેટ ગિફટ સેકશન-૧૬ હેઠળ બિઝનેસ વધારવાની કારણથી કરાયેલા સપ્લાય તરીકે જોવામાં આવે નહીં કે વ્યકિતગત ખર્ચ તરીકે. કંપની કસ્ટમર્સ, ડીલર્સ, એજન્ટ અને અન્ય સંપર્કોમાં જે ભેટ આપે છે, તેનું એકમાત્ર કારણ બિઝનેસ વધારવનું હોય છે. આ બિઝનેસ પ્રમોશનનો ભાગ છે, જેના ઈનપુટમાં મોટી ભાગીદારી હોઈ શકે છે.

જીએસટી હેઠળ ચોકલેટ, સ્ટેશનરી, હોમ ફર્નિશિંગ, કલોથ, કેટલીક એકસેસરીઝ પર ટેકસ રેટ વધવાથી પણ તેની ખરીદી મોંઘી બની છે. એવામાં કંપનીઓ પોતાની ગિફટ પર ડબલ કિંમત ચુકવવી પડે છે. જીએસટી કન્સલ્ટન્ટ રાકેશ ગર્ગ કહે છે કે, પાછલા ટેકસ રિજીમમાં લગભગ એવા પ્રાવધાન હતા, પણ તેમાં ઈનપુટ ક્રેડિટની સીધી મનાઈ નહોતી.

GSTમાં સેકસશન-૧૭ (૫) હેઠળ સર્વિસિઝ અને ખર્ચ પર ઈનપુટ ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવે છે, જેમાં ગિફટ પણ છે. એમ્પલોયી કે નોન-એમ્પલોયીના ખાવા-પીવાના કે રેસ્ટોરા સર્વિસિઝ પર પણ ક્રેડિટ નથી મળતી, પછી તે બિઝનેસ સાથે જ કેમ ના જોડાયેલું હોય.

સીએ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, GST એકટનું સેકશન-૧૬ ગુડ્સ અને સર્વિસિઝની તમામ સપ્લાય પર ક્રેડિટ આપે છે, જેનો ઉપયોગ બિઝનેસ વધારવા માટે થાય છે. તેમાં જે ગતિવિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં પ્રમોશનનો પણ સમાવેશ થાય છે. એવામાં દિવાળી ગિફટ ઈનપુટ ક્રેડિટની યોગ્યતા પર સંપૂર્ણ રીતે ખતરો રહે છે.

(11:57 am IST)