Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

લદાખમાં માઈનસ ઝીરો તાપમાનમાં સૈનિકોએ દીવા પ્રગટાવી ઉજવી દિવાળી

લદાખના ખારદુંગલામાં ઈન્ડો તેબિટિયન બોર્ડ પોલીસ (ITBP)ના જવાનોએ બરફમાં દીવા પ્રગટાવી પ્રકાશના પર્વની ઉજવણી કરી

નવી દિલ્હીઃ  દેશ આજે દિવાળીનો પર્વ ઉજવી રહ્યો છે ત્યારે લદાખની મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણાં સૈનિકો પોતાની ફરજ પર અડીખમ છે. ચારેય તરફ બરફની સફેદ ચાદર પથરાયેલી છે. તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહ્યું છે.તેમ છતાં આપણા સૈનિકોનો ઉત્સાહ જરા પણ ઓછો હોતો નથી. તેઓ દરેક તહેવાર પણ આવી કઠિન પરિસ્થિતિઓમાં એટલા જ ઉત્સાહથી ઉજવતા હોય છે.

આ વર્ષે પણ દીપાવલી પર લદાખના ખારદુંગલામાં ઈન્ડો તેબિટિયન બોર્ડર પોલિસ (ITBP)ના જવાનોએ માઈનસ શૂન્યથી નીચે તાપમાન પર બરફમાં દીવા પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણી કરી હતી. તેમની તસવીરોને જોતાં આપણને સલામ મારવાનું મન થઈ જાય છે.

(12:00 am IST)