Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

યુ.એસ.ના ઇલિનોઇસમાં મલ્ટી એથનિક એડવાઇઝરી ટાસ્ક ફોર્સના ઉપક્રમે કોંગ્રેશ્નલ એવોર્ડ પ્રોગ્રામ યોજાયોઃ રાજકિય પ્રતિનિધિઓ, કોમ્યુનીટી લીડર્સ શિક્ષણશાસ્ત્રીઓ, તથા વ્યાવસાયિક અગ્રણીઓ ઉપરાંત શિકાગો ખાતેના જુદા જુદા ૬ દેશોના કોન્સ્યુલ જનરલએ હાજરી આપીઃ ૨૪ જેટલી વંશીય કોમ્યુનીટીમાંથી પસંદ કરાયેલા મહાનુભાવોને ''ઇન્ટરનેશનલ રાઇઝીંગ સ્ટાર'' એવોર્ડથી નવાજવામાં આવ્યા

ઇલિનોઇસઃ  તાજેતરમાં  યુ.એસ.માં મલ્ટી એથનિક એડવાઇઝરી ટાસ્ક ફોર્સના  ઉપક્રમે ર૮ ઓકટો રં૦૧૮ ના રોજ  ૮મો વાર્ષિક  કોંગ્રેશ્નલ  એવોર્ડસ્ ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો. યુ.એસ. કોંગ્રેસમેન ડેન્જા કે  ડેવિસના ૭માં કોંગ્રેશ્નલ  ડીસ્ટ્રીકટ ઇલિનોઇસના મલ્ટી એથનિક એડવાઇઝરી ટાસ્ક ફોર્સના યજમાનપદે મિડોસ કલબ, રોલિંગ મિડોસ ઇલિનોઇસ મુકામે યોજાયેલા પ્રોગ્રામમાં ચૂંટાઇ આવેલા પ્રતિનિધિઓ, કોમ્યુનીટી લીડર્સ, શિક્ષણશાસ્ત્રીઓ, હોસ્પિટલોના CEO , પ્રોફેશ્નલ્સ  બિઝનેસમેન, તથા બિઝનેસ વુમન સહિતના ર૪ જુદી જુદી વંશીય કોમ્યુનીટીના લોકો સહિત ૪રપ  અગ્રણી પ્રજાજનો હાજર રહ્યા હતા.

ડો. વિજય પ્રભાકર સ્થાપિત આ ટાસ્ક ફોર્સ કોંગ્રેસમેન ડેન્જા કે  ડેવિસના શુભાષિશ સાથે છેલ્લા ૮ વર્ષથી  કાર્યરત છે જે અંતગર્ત આ વર્ષે યોજાયેલા પ્રોગ્રામમાં શિકાગોના ૬ શહેરોમાં વસતા જુદા જુદા દેશોના કોન્સ્યુલ જનરલ હાજર રહ્યા હતા. જેમાં ભારત, જાપાન, તુર્કી, ચાઇના, ઇન્ડોનેશિયા, તથા યુક્રેનના કોન્સ્યુલ જનરલનો સમાવેશ થતો હતો. તેમજ જુદા જુદા આ દેશોના સાંસ્કૃતિક કાર્યક્રમો આ તકે રજુ કરાયા હતા. આ તકે ઇલિનોઇસના ૮માં કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટના પ્રતિનિધિ શ્રી રાજા ક્રિશ્નાયુર્થએ પણ ખાસ હાજરી આપી હતી. તેમજ ભારતના તામિલનાડુના ભાજપના સહુ પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ ડો. તામિલીસાઇ સુંદરરાજનએ પણ હાજરી આપી હતી. જેઓને '' ઇન્ટરનેશનલ રાઇઝીંગ સ્ટાર '' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ એવોર્ડથી સન્માનિત કરાયેલા મહાનુભાવોમાં  કેનેડી ફેમિલી ડો. વસીઉલ્લદ ખાન, બીમ તાંગકર, શ્રી લોભ અગરવાલ, શ્રી સુનિલ શાહ, સુશ્રી હેમા શાસ્ત્રી ડો. ઝીંગયુ વાંગ શ્રી શિાલ છાબરીયા, શ્રી જયંત મુખરજી, શ્રી મેટિન સર્બેસ્ટ, ડો. શ્રીનિવાસ રેડ્ડી સહિતનાઓનો સમાવેશ થતો હતો. શિકાગોના સુપ્રસિદ્ધ સિંગર મહિલા સુશ્રી પદમા મહેતાના વરદહસ્તે શ્રી ડેકસટર ડેલને મ્યુઝીક મોઘલ એવોર્ડ એનાયત કરાયો હતો. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

 

(10:29 pm IST)