Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા કારની ડિમાન્ડ ઘટતા કંપનીઓ વધુ ડિસ્‍કાઉન્‍ટ આપે તેવી શક્યતા

 

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા કાર કંપનીઓની દશા બેઠી છે. દિવાળી ટાણે પણ જોઈએ એવી ડિમાન્ડ હોવાના કારણે કાર કંપનીઓ આગામી સમયમાં વિવિધ ગાડીઓ પર વધારે ડિસ્કાઉન્ટ આપે તેવી પૂરી શક્યતા છે. હાલ ઓટો કંપનીઓમાં ઈન્વેન્ટરીનો પુષ્કળ ભરાવો થયો છે, પરંતુ ડિમાન્ડ હોવાથી કાર કંપનીઓનું મેનેજમેન્ટ ખોરવાયું છે.

સપ્ટેમ્બર પછી ઓક્ટોબર પણ ખરાબ ગયો

મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી ટોપ થ્રી કાર મેકર કંપનીઓની ગાડીઓની ડિમાન્ડ સતત બીજા મહિને પણ ઘટી છે. જેનું મુખ્ય કારણ પેટ્રોલના ભાવમાં થયેલો જંગી વધારો ગણવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં વધુ ગાડીઓ વેચતી કાર કંપનીઓ ડિમાન્ડ હોવાના કારણે સિંગલ ડિજિટ ગ્રોથ પર આવી ગઈ છે.

બે મહિનાથી થઈ રહ્યો છે ભરાવો

કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શોરુમ્સના સ્ટોક યાર્ડમાં બે મહિનાથી ગાડીઓનો ભરાવો થઈ રહ્યો છે. સ્ટોકને તગડું ડિસ્કાઉન્ટ આપીને પણ ખાલી કરવાની કંપનીઓએ શરુઆત કરી દીધી છે. હાલ સ્થિતિ છે કે , દેશની ટોચની ઓટો મેકર મારુતિ સુઝુકીએ ઓક્ટોબરમાં માત્ર 0.6 ટકાનો ગ્રોથ રેટ નોંધાવ્યો છે.

મારુતિ આપી રહી છે તગડું ડિસ્કાઉન્ટ

મારુતિ સુઝુકી પોતાના પોપ્યુલર મોડેલ્સ જેવા કે બલેનો, ઓલ્ટો તેમજ વેગનઆરમાં હાલ 25,000 રુપિયાથી 75,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સપ્ટેમ્બરમાં પણ કંપનીઓ માંડ 1 ટકો ગ્રોથ રેટ નોંધાવ્યો હતો. સપ્ટેમ્બરમાં મારુતિ સુઝુકીએ 1.5 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ઓક્ટોબરમાં ઘટીને 1.3 લાખ પર આવી ગયું હતું.

હ્યુન્ડાઈએ 5 ટકાનો ગ્રોથ નોંધાવ્યો

હાલમાં પોતાના એક સમયના પોપ્યુલર મોડેલ સેન્ટ્રોને ફરી લોન્ચ કરનારી હ્યુન્ડાઈએ ઓક્ટોબરમાં પાંચ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. ઓક્ટોબર 2017માં 49,588 યુનિટ્સનું વેચાણ કરનારી હ્યુન્ડાઈએ ઓક્ટોબર 2018માં 52,001 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

કારણો પણ જવાબદાર

પેટ્રોલના ભાવ વધવા ઉપરાંત ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થઈ જવાથી ઓટો ઈન્ડસ્ટ્રીને મોટું નુક્સાન થયું છે. ઉપરાંત, ઓટો લોનના વ્યાજ દર વધી જવાથી અને ઈન્શ્યોરન્સના પ્રિમિયમ પણ મોંઘા થવાના કારણે કારની કિંમત વધી જવાથી તેની ડિમાન્ડમાં મોટો ઘટાડો આવ્યો છે.

(12:00 am IST)