Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઈરાનમાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ : હિજાબ હાથમાં ઉડાવી વિરોધ પ્રદર્શિત કરાયો

હજારો ઈરાની મહિલાઓ રસ્તા પર ઉતરીને પોતાનો અવાજ ઉઠાવી રહી છે: મહિલાઓના અધિકાર માટે પુરુષો પણ આંદોલનનો ભાગ બન્યા

ઈરાનમાં સરકાર સામે પ્રદર્શનનો ત્રીજો સપ્તાહ ચાલુ થઈ ગયો છે. 22 વર્ષીય મહસા અમીનીની ઈરાનની પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં તેનું મોત થયું અને તેના વિરોધમાં હજારો ઈરાની મહિલાઓ રસ્તા પર ઉતરીને પોતાનો અવાજ ઉઠાવી રહી છે. તેઓ વિવિધ રીતો અપનાવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે. જોકે, વિરોધના અવાજની આ ગૂંજ વર્ષો જૂની છે.

ઈરાનમાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. અને મહસાની અંતિમ યાત્રામાં પોતાના હિજાબ હાથમાં ઉડાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એટલું જ નહીં, મહિલાઓના અધિકાર માટે પુરુષો પણ આંદોલનનો ભાગ બન્યા છે. ઈરાનમાં રિપોર્ટિંગ પર પ્રતિબંધ છે, પણ સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલા વિડીયો પરથી ઈરાનની ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે. આ વિડીયોને રોકવા માટે ઇરાનની સરકાર ઇન્ટરનેટ બંધ કરવાથી માંડીને લાઠીચાર્જ, બાળકોને પ્રદર્શનમાં ન જવા દેવા માતા-પિતાઓ પર દબાણ જેવા પ્રયત્નો કરી રહી છે.

(11:37 pm IST)