Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આદિપુરુષમાંથી સાત દિવસમાં વિવાદાસ્પદ સીન્સ હટાવવા નોટિસ

પ્રભાસની આદિપુરૃષને મુદ્દે વિવાદ રોકાઈ રહ્યો નથી : સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષે મોકલેલી નોટિસ

મુંબઈ, તા.૭ : પ્રભાસની ફિલ્મ આદિપુરૃષને મુદ્દે વિવાદ રોકાઈ રહ્યો નથી. આ ફિલ્મમાં સૌથી વધારે સૈફ અલી ખાનના લુકને લઈને વિવાદ થઈ રહ્યો છે. તેમના લુક પર વાંધો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે આ ફિલ્મ માટે યોગ્ય અર્થમાં મુશ્કેલીઓ ઉભી થતી જોવા મળી રહી છે.

હવે સર્વ બ્રાહ્મણ મહાસભાએ ગુરૃવારે ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને લીગલ નોટિસ મોકલી છે અને કહ્યુ છે કે તેઓ ૭ દિવસની અંદર ફિલ્મમાંથી વિવાદિત તમામ સીન્સને હટાવે અને માફી માગે નહીંતર તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રા તરફથી ઓમ રાઉતને આ નોટિસ તેમના વકીલ કમલેશ શર્માએ મોકલી છે. આ નોટિસમાં લખવામાં આવ્યુ છે કે ફિલ્મમાં હિંદુ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. જેમાં દેવી-દેવતાઓને ચામડાના પહેરેલા વસ્ત્રમાં ખોટી રીતે બોલતા દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં દર્શાવાયેલી ભાષા ખૂબ નિમ્ન સ્તરની છે. જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. જેમાં અમુક ડાયલોગ એ પ્રકારના છે કે તે જાતીય અને ધાર્મિક નફરતને પ્રોત્સાહન આપે છે. રામાયણ આપણો ઈતિહાસ છે અને આદિપુરૃષમાં ભગવાન હનુમાનને મુગલની જેમ દર્શાવાયા છે.

(7:41 pm IST)