Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કોરોનાના ૧૯૯૭ નવા કેસઃ ૯ મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૬,૦૬,૪૬૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૭: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯૭ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૮.૮૮ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૬,૦૬,૪૬૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૭૫૪ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૦,૪૭,૩૪૪  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૩૯૦૮ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૩૦,૩૬૨એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૦૭ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૫ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૨.૧૩,૧૨૩  લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૯.૬૩ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૦૭ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૩૮ ટકા છે.દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૮,૮૮,૧૭,૫૮૯  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩,૯૭,૪૦૭  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:15 pm IST)