Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અદાણી ગ્રુપે રાજસ્થાન રાજ્યમાં બહુવિધ ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં ૩૫ હજાર કરોડનું રોકાણ : ગૌતમ અદાણી

અદાણી સમુહના ચેરમેનનું ઇન્વેસ્ટ રાજસ્થાન સમિટ-૨૦૨૨માં સંબોધન

રાજકોટ,તા. ૭ : અદાણી સમુહના ચેરમેન ગૌતમ અદાણીએ ઇન્વેસ્ટ રાજસ્થાન સમિટ -૨૦૨૨માં વકતવ્ય આપ્યુ હતું.

ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યુ કે, આપણે રાજસ્થાનને મહારાજાઓની ભવ્ય ભૂમિ કહીએ છીએ એવા રાજયમાં યોજાયેલ ઇન્વેસ્ટ રાજસ્થાન ૨૦૨૨ શિખરમાં હાજર રહી અદાણી સમૂહના  વર્તમાન અસ્તિત્વ અને ભવિષ્યની યોજનાઓ વિષે વાત કરવાની મળેલી તક માટે વિશેષ ધન્યતા અનુભવું છું. આ એ જ ધરતી છે જેણે આપણને આપણા રાષ્ટ્રને કેટલીક તેજતરાર શૂરવીર હસ્તીઓ હામ્મીરા દેવા, મહારાણા કુંભ, હેમચંદ્ર વિક્રમાદિત્ય, મહારાજા સુરજ મલ અને મહારાણા પ્રતાપના સ્વરુપમાં આપી છે. આ કઠીન મરુભૂમિએ આપણને મહાન યોધ્ધાઓ  આપ્યા છે. એમાં જરાપણ આશ્ચર્ય નથી કે રાજસ્થાનની મારી દરેક મુલાકાત અંગત રીતે પ્રેરણાદાયી  જણાઇ છે.!

મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતની ગત ટર્મ દરમિયાન રાજસ્થાનમાં પાવર ક્ષેત્રમાં રોકાણ કરવાની અભિરુચી વ્યકત કરવા પ્રથમવાર  મળ્યો ત્યારે અધિકારીઓને અનુકૂળ જમીન, પાણી શોધીને  ફાળવી આપવા અને શકય તેટલી ઝડપે જરુરી મંજૂરીઓ આપવા સૂચનાઓ આપી હતી આટલી ઝડપી નિર્ણય પ્રક્રિયા મેં કયારેય જોઇ નથી અને એ જ ઝડપે અમોને ૧૩૨૦ મેગાવોટનો કવાઈ પાવર પ્લાન્ટ ૩૬ મહિનાના સમયમાં સ્થાપવા જોમ આપ્યું જે ભારત માટે વિક્રમ હોવા સાથે અદાણી સમૂહે નિર્માણ કરેલા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ માટે પણ રેકોર્ડ છે.

રાજસ્થાનનાં સામાજિક અને રાજયના આર્થિક ઉત્થાન માટે આપના નેતૃત્વને ચોતરફથી જોવાનો વિશેષાધિકાર પણ મળ્યો છે.  આપે સમાજ કલ્યાણની અમલમાં મૂકેલી જાગ્રીતી બેક ટુ વર્ક યોજના, શકિત ઉડાન યોજના અને મુખ્યમંત્રી અનુ-પ્રિતી કોચીંગ જેવી યોજના રોજગાર, સસ્તુ  શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે ચાલક બળ બની રહી છે અને તે રીતે સામાજિક સલામતીને મજબુત બનાવવા સાથે  નવો ચીલો પાડી રહી છે. ભારત માટે તેના વ્યાપ, ઉદ્દેશ અને તેનામાં રહેલી અસરકારકતા એક બેન્ચમાર્ક બની રહી છે.

આર્થિક મોરચે આપના વિઝને રાજસ્થાનને આપણા રાષ્ટ્રની સૌર ઉર્જાના સૂકાનીમાં રુપાંતર કરવા માટેનો પાયો નાંખ્યો છે. ઘણાં લોકો આતિથ્યવિહીન કહે છે તે થારના રણને રિન્યુએબલ એનર્જીના દુનિયાના પાટનગરોમાંના એકમાં  

પરિવર્તન કરી તેના હેતુને સમૂળગો ફેરવી નાખતા આપને જોઇને મોહિત થયો છું.

વિઝન પ્રત્યેનો અમારો સંકલ્પ અમારા કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાન સરકાર સાથેના અમારા સંયુકત સાહસથી નિર્મિત ૧૦ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સંપૂર્ણ કાર્યરત તરફ દોરી ગયો છે જેમાંથી ૧૫૦૦ મેગાવોટ ગ્રીન પાવરના ઉત્પાદનની શરુઆત તો કયારની શરુ કરી ચૂકી છે. રાજસ્થાનમાં પણ  રિન્યુએબલ્સમાં અમારા ગૃપનું સીધું રોકાણ સતત વેગવાન બની રહ્યું છે અને રુ.૨૦ હજાર કરોડના રોકાણથી ૪ હજાર મેગાવોટના પ્રોજેકટ્સ શરુ પણ કરી દીધા છે. વધુમાં ગત દસકાથી રાજસ્થાન ૪૩૦૦ મેગાવોટથી વધુ થર્મલ પાવર પેદા કરે તેમાં મદદરુપ થવા અમે ઇંધણનો પૂરવઠો પૂરો પાડી રહ્યાં છીએ. અમે ૧૯ ગ્રીડ સબ-સ્ટેશન ચલાવી રહ્યા છીએ અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ સાથે સંકળાયેલા છીએ. કિશનગઢમાં ડ્રાય પોર્ટ કન્ટેનરનું સંચાલન કરીએ છીએ, જયપુર એરપોર્ટનું સંચાલન અને વિસ્તરણ કરવા ઉપરાંત અલવાર અને બુંદીમાં  ખાદ્યતેલના બે પ્લાન્ટ પણ ચલાવી રહ્યાં છીએ.

સમગ્ર રીતે કહેતા મને ગૌરવ થાય છે કે અદાણી ગૃપે રાજસ્થાન રાજયમાં બહુવિધ ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં રુ.૩૫ હજાર કરોડનું રોકાણ કર્યું છે.

હવે ભાવિ રોકાણોની વાત ઉપર આવું તો રિન્યુએબલ્સ બિઝનેસમાં અમારું રોકાણ સતત ચાલુ છે. વધુ રુ.૫૦ હજાર કરોડના રોકાણ સાથે ૧૦ હજાર મેગાવોટ્સ ઉત્પાદનની કામગીરી અમલીકરણ હેઠળ છે અને આવતા ૫ વર્ષમાં તે કાયર્િાન્વત થવા તરફ પ્રગતિ કરશે. આ સંદર્ભમાં એક સપ્તાહ પહેલા અમે વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર પ્લાન્ટનું વેપારી ધોરણે કામકાજ હાંસલ કર્યું છે અને તે અહીં રાજસ્થાનમાં છે.

ગૌતમ અદાણીએ વધુમાં કહ્યુ કે, અંબુજા સિમેન્ટ્સ અને એસીસી હસ્તગત કરવાના અનુસંધાને અમે હવે ભારતમાં બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બન્યા છીએ.આ પહેલાથી જયારે અમારી પાસે  ત્રણ સિમેન્ટ પ્લાન્ટ અને લાઇમ સ્ટોન તેમજ ખનિજ સંપતિ છે ત્યારે અતિ મહત્વની અમારી ક્ષમતાનું વિસ્તરણ રાજસ્થાનમાં સતત થવાનું છે. રાજયમાં  અમારી સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા બે ગણી કરવા માટે વધુ રુ.૭ હજાર કરોડનું રોકાણ કરવા અમારી ધારણા છે.

હજુ ઘણું છે,જયપુર એરપોર્ટનું વિસ્તરણ કરી તેને વિશ્વકક્ષાની સગવડતાઓથી સજ્જ કરવા, ભ્ફઞ્ અને ઘ્ફઞ્દ્ગક સપ્લાય માટેના અમારા નેટવર્કનો વિકાસ, ઔદ્યોગિક, વાણિજયક, ટ્રાન્સપોર્ટ અને ડોમેસ્ટિક ગ્રાહકોને શુધ્ધ ઇંધણ આસાનીથી ઉપલબ્ધ બનાવવા અને ઉત્પાદિત રિન્યુએબલ પાવરના ટ્રાન્સમિશન માટેના નવા પ્રોજેકટ સહિતના અન્ય પ્રોજેકટ્સની અમલવારી અને તેનાના વિસ્તરણના વિવિધ તબક્કામાં છે.

હાલ ચાલી રહેલા અને ભવિષ્યના રોકાણોને સાંકળીને હવે પછીના ૫ થી  ૭ વર્ષમાં રાજસ્થાનમાં વધારાનું રુ ૬૫ હજાર કરોડનું રોકાણ કરવાની અને સીધી અને આડકતરી ૪૦ હજાર રોજગારીનું નિર્માણ કરવાની અમારી ધારણા છે.

અદાણી સમૂહ એનર્જી ટ્રાન્ઝીશન ઉપર  વિશ્વનું સૌથી મોટુ બેટ્સ કરી  રહ્યું છે. આ પ્રક્રિયામાં સૌથી સસ્તી સોલાર અને વિન્ડ એનર્જી પેદા કરવાની અમારી નિવડેલી કાર્યશૈલીના આધારે અમે ગ્રીન હાઇડ્રોજન ઉપર દાવ ખેલી રહ્યા છીએ.

રાજસ્થાનના રણને રોજગારીના હરીયાળા દ્વિપમાં પરિવર્તિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટે અને  એનર્જી ટ્રાન્ઝીશનને સક્ષમ બનાવવાની  આવી તક અન્ય કોઈ રાજયો પાસે નથી. માનનિય મુખ્યમંત્રીશ્રી, રાજસ્થાનના ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેના આપના વિઝનની સાથે જોડતું વધુ એક ગેઇમ ચેન્જર બનશે.

ગેહલોતજી, રાજસ્થાનના યોધ્ધાઓએ જે રીતે રણ વિષેની  સમજણને તેઓએ તેમની સૌથી મોટી તાકાતમાં ફેરવી એ જ રીતે આપે એક ચળવળની ગતિ નક્કી કરી છે તે ફરી એક વખત રાજસ્થાનના રણને રાજયની મહાનતમ તાકાતમાં રૃપાંતરિત કરી રહી છે. તેમ અંતમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.

(3:48 pm IST)