Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કોંગ્રેસને યુવા ભારતની પાર્ટી બનાવવા માંગુ છુઃ શશિ થરૃર

નવી દિલ્હી : પક્ષ પ્રમુખ પદની દોડમાં સામેલ કોંગ્રેસના સીનીયર નેતા શશી થરૃરે ગુરૃવારે કહયુ કે તે કોંગ્રેસને યુવા ભારતનો પક્ષ બનાવવા ઇચ્છે છે અને પક્ષ પ્રમુખપદની તેમની ઉમેદવારીને રોજે રોજ સમર્થન વધતુ જાય છે. કેરળની રાજધાની તિરવનંતપુરમના સાંસદ થરૃર તમીલનાડુમાં પક્ષ અધ્યક્ષની  ચુંટણી પહેલા પોતાના પ્રચાર માટે આવ્યા છે.તેમણે કહયું કે રાહુલ ગાંધીની ભારત જોડોયાત્રા અને પક્ષના અધ્યક્ષ પદની ચુંટણીને તેમનો પક્ષ કઇ રીતે જુએ છે તે મહત્વનું છે. બહારના લોકોના વિચારથી કોઇ ફરક નથી પડતો.

(3:45 pm IST)