Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

નોબેલ શાંતિ પુરસ્‍કારની જાહેરાતઃ એક વ્‍યકિત અને બે સંગઠનોને એવોર્ડ અપાશે

યુક્રેન-બેલારૂસ અને રૂસના ભાગે આવ્‍યો એવોર્ડ

નવી દિલ્‍હી તા.૭: આ વર્ષનું નોબેલ શાંતિ પુરસ્‍કાર એક વ્‍યકિત અને બે સંગઠનોને આપવાની જાહેરાત થઇ છે. બેલારૂસના માનવ અધિકારના એડવોકેટ આલીશ બિલિઆસ્‍ત્‍કે, રૂસીના માનવાધિકાર સંગઠન મેમોરીયલ અને યુક્રેનના માનવાધિકાર સંગઠન સેન્‍ટર ફોર સિવિલ લીબર્ટીઝને આ પુરસ્‍કાર માટે પસંદ કરવામાં આવ્‍યા છે. નોર્વેના પાટનગર ઓસ્‍લોમાં આ પુરસ્‍કારનું એલાન કરવામાં આવ્‍યુ છે. નોબેલ વીક ૩ ઓક્‍ટોબરથી શરૂ થયુ છે જે ૧૦મી તારીખ સુધી ચાલશે. ૭ દિવસમાં કુલ ૬ પ્રાઇઝ જાહેર કરવાના છે. સૌથી અંતમાં ઇકોનોમિક કેટેગરીનું નોબેલ જાહેર કરવામાં આવશે. આ સપ્‍તાહે માત્ર પુરસ્‍કાર જીતનાર વ્‍યકિત કે સંસ્‍થાના નામોનું એલાન કરવામાં આવશે. ડિસેમ્‍બરમાં તેઓને પ્રાઇઝ અપાશે.

 

(3:26 pm IST)