Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ દ્વારા કરાતા પક્ષપલટા પર કડક અંકુશ જરૂરી : લોકશાહીમાં નાગરિકોનો વિશ્વાસ ટકાવી રાખવા અને ભ્રષ્ટાચાર રોકવા માટે પક્ષપલટાને લગતો કાયદો બનાવવામાં આવ્યો છે : કેરળ હાઈકોર્ટ

કેરળ : કેરળ હાઇકોર્ટે અવલોકન કર્યું કે ચૂંટાયેલા વ્યક્તિઓના પક્ષપલટાને લગતો કાયદો બંધારણીય સિદ્ધાંતો અને રાજ્યમાં લોકતાંત્રિક સેટઅપને જાળવી રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. [શીબા જ્યોર્જ વિરુદ્ધ કેરળનું રાજ્ય ચૂંટણી પંચ & Ors.].

ચીફ જસ્ટિસ એસ મણીકુમાર અને જસ્ટિસ શાજી પી ચાલીની ડિવિઝન બેંચે અવલોકન કર્યું કે કેરળ લોકલ ઓથોરિટીઝ (પ્રોહિબિશન ઓફ ડિફેક્શન) એક્ટ, 1999 અને કેરળ લોકલ ઓથોરિટીઝ (ડિસ્ક્વોલિફિકેશન ઑફ ડિફેક્ટેડ મેમ્બર્સ) નિયમોમાં ચૂંટાયેલા વ્યક્તિઓના પક્ષપલટા સંબંધિત કાયદો, 2000, રાજ્યમાં બંધારણીય સિદ્ધાંતો અને લોકશાહી સેટઅપને જાળવી રાખવાના આશયથી બનાવવામાં આવ્યો હતો.

કોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે બંધારણની દસમી અનુસૂચિ એ દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે આવા કાયદાઓને મજબૂત બનાવવાની જરૂર છે જેથી કરીને "ભ્રષ્ટાચારની દુષ્ટતાને અટકાવી શકાય.

ચૂંટણી પછી, પ્રતિવાદી, એક મામચન જોસેફે, રાજ્યના ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી કે અપીલકર્તાએ કોઈપણ રાજકીય પક્ષ અથવા ગઠબંધનના સમર્થન વિના પોતે   અપક્ષ ઉમેદવાર હોવાની ઘોષણાં કરી હતી. તેમ છતાં ચૂંટાઈ આવ્યા પછી તેણીએ  CPI(M) (LDF)ની સત્તાવાર ઉમેદવાર છે તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:58 pm IST)