Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

એરટેલ ૮ શહેરમાં 5G Plus સેવા શરૂ કરી

મુંબઈ,તા. ૭: ભારતી એરટેલ કંપનીએ મુંબઈ, દિલ્‍હી, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં 5G Plus સેવા શરૂ કરી છે. કંપનીએ કહ્યું છે કે આ આઠ શહેરોમાં ગ્રાહકોએ એમના SIM કાર્ડ બદલવાની જરૂર નથી, કારણકે હાલના એરટેલ 4G સીમ કાર્ડ હવે 5G એનેબલ્‍ડ કરી દેવામાં આવ્‍યા છે.

આ આઠ શહેરમાંના ગ્રાહકોને તબક્કાવાર 5G Plus સેવાનો લાભ મળશે. કંપની દ્વારા ૫ઞ્‍ નેટવર્ક બાંધવાનું કામકાજ હજી ચાલુ છે. 5G Plus ગ્રાહકોને એમના ફોનમાં હાલની સ્‍પીડ કરતાં ૨૦થી ૩૦ ગણી વધારે સ્‍પીડ મળશે. તે ઉપરાંત ઉત્‍કૃષ્ટ અવાજનો અનુભવ મળશે અને કોલ કનેક્‍ટ સુવિધા સુપર-ફાસ્‍ટ થશે.

(11:14 am IST)