Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સંજુ સેમસન દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ રનનો વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો

સંજુ સેમસને 63 બોલમાં અણનમ 86 રનની શાનદાર ઈનિંગ રમી

દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં 250 રનનો ટાર્ગેટ મેળવવા માટે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ મેચ તેના અંત સમયમાં અત્યંત રોમાંચક બની હતી જો કે, મેચમાં ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચનો હિરો સંજુ સેમસન રહ્યો છે. સંજુ સેમસને 63 બોલમાં અણનમ 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે રોકોર્ડ પણ બનાવ્યો છે.

સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામે રમેલી 86 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સાથે સંજુ વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ રનનો વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો ગોય છે. સંજુએ 63 બોલમાં 3 સિક્સર અને 9 ફોરની મદદથી આ સ્કોર બનાવ્યો હતો. સંજુ સેમસને અંતિમ ઓવર સુધી મેચ રોમાંચક બનાવી હતી. જો કે, ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.

(12:58 am IST)