Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

PMC બૅન્ક કૌભાંડ મામલે ઇડીના અનેક ઠેકાણે દરોડા : આલીશાન મકાન ,ચાર્ટડ પ્લેન સહિતની સંપતિ જપ્ત

EDને અલીબાગમાં 22 રૂમોના એક મકાન વિશે પણ જાણકારી મળી

 

મુંબઈમાં PMC બેંક કૌભાંડ મામલે EDએ અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. HDILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ કુમાર વાધવાન અને સારંગ વાધવાનના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન આલિશાન મકાન અને ચાર્ટડ પ્લેન સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત EDને અલીબાગમાં 22 રૂમોના એક મકાન વિશે પણ જાણકારી મળી છે. અગાઉ મુંબઈ કોર્ટે PMC બેંકના પૂર્વ ચેરમેન એસ વરયામ સિંહને 9 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ પોલીસના આર્થિક ગુના વિભાગે શનિવારે મોડી રાત્રે માહિમથી સિંહની ધરપકડ કરી હતી.

(9:29 pm IST)