Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

આ સદીનો ચમત્કાર છે ઓશો

ઓશોનો પરિચય મને ધર્મયુગના કારણે થયો હતો. તેમાં તેમના લેખ અને ઈન્ટરવ્યુ છપાતા હતા. ધર્મયુગમાં મારા કાર્ટૂન આવતા જેમાં ઢબ્બુજીના નામથી એક કોલમ આવતી હતી. ઓશોને તે બહુ ગમતી હતી. એટલે સુધી કે તેઓ પોતાના પ્રવચનો દરમિયાન સન્યાસીઓને હસાવવા માટે તે પત્રિકા હાથમાં લઈને કહેતા જોઈએ આ અઠવાડીયે ઢબ્બુજી શું કહે છે અને બધાને તેમાંથી કોઈ જોકસ સંભાળવતા.

મેં ઓશોને ખૂબ વાંચ્યા છે. હું તેમના પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયો છું.  ઓશોના જે વિષયથી હું સૌથી પહેલા પ્રભાવિત થયો હતો તે પ્રેમવિવાહ અને લગ્ન હતો. આ વિષયથી પ્રભાવિત થઈને મેં એક નાટક પણ લખ્યુ હતું. મેં તેમનું સૌથી પહેલુ પુસ્તક વાંચ્યુ હતું તે સંભોગથી સમાધી હતું અને ત્યારપછી મેં નિયમિત રીતે તેમને વાંચવાનું શરૂ કર્યુ હતું.

આજે પણ મને ઓશો ગમે છે અને આજે પણ હું તેમને વાંચુ છું. તે મારા સૌથી ગમતા દાર્શનિક છે.

આબિદ સુરતી (કાર્ટુનિસ્ટ, લેખક અને પેઈન્ટર)

(11:31 am IST)