Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

૨૦૦-૩૦૦ ત્રાસવાદી હજુય સક્રિય છે : અહેવાલમાં ધડાકો

કાશ્મીરમાં તક મળતા જ રક્તપાત સર્જવા ઇચ્છુક : સેના અને સુરક્ષા જવાનો યોજનાઓ નિષ્ફળ કરવા સજ્જ

શ્રીનગર, તા. ૭ : જમ્મુ કાશ્મીરમાં હાલમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ સક્રિય થયેલા ૨૦૦-૩૦૦ જેટલા આતંકવાદીઓ સક્રિય હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આતંકવાદીઓની સંખ્યાને લઇને વારંવાર વિરોધાભાષી અહેવાલ આવતા રહ્યા છે. ભારતીય સેનાના અધિકારીઓ અને જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, પોકથી મોટી સંખ્યામાં આતંકવાદીઓ રાજ્યમાં ઘુસવાના સફળ પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં ઘુસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. એલઓસી પર યુદ્ધવિરામના ભંગ મારફતે ત્રાસવાદીઓને ઘુસાડવાના અવિરત પ્રયાસો થઇ રહ્યા છે. આરએસપુરા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા હિરાનગર, પુંચ, રાજૌરી સહિતના વિસ્તારોમાં ઘુસણખોરીના પ્રયાસ થઇ રહ્યા છે. ઘુસણખોરીને રોકવા માટે સુરક્ષા દળો સંપૂર્ણપણે સજ્જ છે. રવિવારના દિવસે બારામુલ્લા વિસ્તારમાં એક કુખ્યાત ત્રાસવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મોટી માત્રામાં દારુગોળો અને હથિયારો મળી આવ્યા હતા. તે જવાન ઉપર હુમલાના પ્રયાસમાં હતો.

(8:03 pm IST)