Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સુપ્રીમ કોર્ટની આરે જંગલમાં વૃક્ષોના કાપવા પર મનાઈ વૃક્ષોની કાપણી તુરત અટકાવવા સરકારને કર્યો આદેશ

મહારાષ્ટ્ર સરાકારે અત્યાર સુધીમાં કેટલા વૃક્ષોને કાપ્યા ?: કોર્ટે કર્યો સવાલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આરે જંગલમાં વૃક્ષોના કાપવા પર રોક લગાવી. કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ કે, આરેમાં હવે વૃક્ષો કાપવામાં નહી આવે. આ મામલે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો કે, સરકારે વૃક્ષોની કાપણી પર તુરંત રોક લગાવે. અને કોર્ટે સવાલ કર્યો કે, મહારાષ્ટ્ર સરાકારે અત્યાર સુધીમાં કેટલા વૃક્ષોને કાપ્યા છે.

  જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણની સ્પેશિયલ બેંચમાં આ મામલે સુનાવણી કરવામાં આવી છે. કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહારાષ્ટ્ર સરકાર તરફથી દલીલ કરી હતી. કોર્ટે અરજી કરનારના વકીલને જણાવ્યુ કે,કોર્ટને એ નોટિફિકેશન બતાવવામાં આવે કે, જેમા આરેને ઈકો સેંસિટીવ ઝોનમાંથી બહાર કરવામાં આવ્યુ છે.

   મહારાષ્ટ્ર સરકારે આ મામલે બે નોટિફિકેશનને હાઈકોર્ટમાં પડકાર્યા હતા.જોકે, કોર્ટે આ અરજીને ફગાવી હતી. જેમા કહેવામાં આવ્યુ હતુ કે, સમગ્ર આરેને જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવે. ત્યારે આ મામલે વધુ સુનાવણી 21મી ઓક્ટોબરના રોજ થશે. મહત્વપૂર્ણ છે કે, 21મી ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે

(11:23 am IST)