Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છેઃ ઘેર ઘેર પીવાય છેઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોટનું હાસ્યાસ્પદ નિવેદન

ગુજરાતમાં આઝાદી પછી પ્રતિબંધ છે છતાં પ્રતિબંધ નહિ સમાન

જયપુર, તા. ૭ :. રાજસ્થાનમાં દારૂબંધીની માંગ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોટે કહ્યુ છે કે, હું આનુ સમર્થન કરૂ છું, પરંતુ જ્યાં સુધી આ આકરી વ્યવસ્થા ઉભી ન થાય ત્યાં સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી. ગેહલોટે આ માટે ગુજરાતનંુ ઉદાહરણ આપ્યુ છે અને કહ્યુ છે કે આઝાદી પછી ત્યાં એટલે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે છતાં હકીકત એ છે કે ત્યાં સૌથી વધુ દારૂ વેચાય છે અને ઘેર ઘેર દારૂ પીવામા આવે છે.

રાજસ્થાનમાં ઘણા સમયથી દારૂબંધીની માંગણી ઉઠી રહી છે. આ મામલે પત્રકારોને એક સવાલનો જવાબ આપતા ગેહલોટે કહ્યુ હતુ કે વ્યકિતગત રીતે હું દારૂ ઉપર પ્રતિબંધને ટેકો આપુ છે તેને એક વખત અહી પ્રતિબંધીત કરવામાં આવેલ હતો પરંતુ તે નિષ્ફળ ગયો અને પ્રતિબંધ હટાવી લેવો પડયો હતો.

ગેહલોટે ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે આઝાદી બાદ ગુજરાત પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે, પરંતુ એ ગુજરાત છે જ્યાં દારૂનુ સૌથી વધુ વેચાણ થાય છે અને ઘેર ઘેર દારૂ પીવાય છે.

મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, આ ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. પ્રતિબંધ છતાં ત્યાં દારૂનુ સૌથી વધુ વેચાણ થાય છે. આ જ કારણ છે કે મને લાગે છે કે જ્યાં સુધી કડક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.(૨-૪)

 

(10:18 am IST)