Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ઇંડાના કોચલામા

''જ્યારે તમે તમારી માન્યતાઓમાંથી બહાર આવો છે, ત્યારે તમે  મુકત છો, તમે કેવળ એક મનુષ્ય છો, અને તે જ સાચી આઝાદી છે ! હવે તમે આસપાસ કોઇ આવકરણને લઇને નથી ફરતા કોચલુ તુટી-ગયું છે.''

જ્યારે પક્ષી ઇંડામાં હોય છે ત્યારે તે ઉડી નથી શકતુ જ્યારે આપણે ઇન્ડીયન અથવા જર્મન અથવા અમેરીકન છીએ ત્યા સુધી આપણે એક કોચલામાં છીએ આપણે ઉડી સકતા નથી. પાંખો ફેલાવી સકતા નથી, અસ્તીત્વએ આપેલી અસ્તમીત આઝાદીનો ઉપયોગ નથી કરી શકતા.

માન્યતાઓના થર ઉપર થર છે એક વ્યકિતને જર્મન તરીકે ઉછેરવામાં આવ્યો છે. એક વ્યકિતને કિશ્ચીયન તરીકે ઉછેર કરવામાં આવ્યો છે એક વ્યકિતને પુરૂષ તરીકે ઉછેરવામાં આવ્યો છે એક વ્યકિતને સ્ત્રી તરીકે ઉછેરવામાં આવી છે હું જેવિક ફરક વિશે વાત નથી કરતો-તે બરાબર છે તેને ઉછેર સાથે કઇ લેવા દેવા નથી-પરંતુ પુરૂષને બનવા માટે ઉછેરવામાં આવ્યો છે. તમને સતત યાદ કરાવવામાં આવે છે કે તમે પુરૂષ છો તમે સ્ત્રી નથી, તેથી તમારે એક પુરૂષની જેમ વર્તવુ જોઇએ- તેથી તમારે રડવુ જોઇએ નહી, તેથી આંસુઓને આવવા ના દેવા, તે ફકત- સ્ત્રીઓ માટે છે, તમારા તરફથી તેની અપેક્ષા નથી. આ માન્યતાઓની જાળ છે.આ તમારી આસપાસ એક આવરણ છ.ે

ખરેખર એક મુકત વ્યકિત પુરૂષ પણ નથી અને સ્ત્રી પણ નથી-એવુ નથી કે બંધારણીય ફરક અદ્રશ્ય થઇ જશે પરંતુ માનસીક ફરક અદ્રશ્ય થઇ જશે એક મુકત વ્યકિત કાળો પણ નથી અને સફેદ નથી- એવુ નથી કે કાળુ સફેદ થઇ જશે અને સફેદ કાળુ થઇ જશે ત્વચા પહેલા હતી તેવી જ રહેશે પરંતુ માનસીક રંગોનો ભેદભાવ ત્યા નહી હોય.

જયારે આ બધી જ માન્યતાઓ જતી રહે છે તમારો બધો જ ભાર ઉતરી જાય છે. તમે ધરતીથી એક ફૂટ અદ્ધર ચાલો છો, તમારા ઉપર ગુરૂત્વાકર્ષણ હવે કામ નથી કરતું તમે તમારી પાંખો ખોલી શકો છો એને ઉડી શકો છો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:05 am IST)