Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રાહુલ ગાંધી બેંગકોક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશે : કોંગ્રેસ

સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા આ સમાચાર પછી કોંગ્રેસે સ્પષ્ટતા કરી

નવી દિલ્હી, તા. ૭ : હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઇને સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બેંગકોક ચાલ્યા ગયા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા આ સમાચાર પછી કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બેંગકોક નહીં પરંતુ કમ્બોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલા પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતાં.

પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધી બેંગકોકમાં હોવાના સમાચાર ખૂબ વાઇરલ થયા હતા. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી બેંગકોક શા માટે ગયા છે.

આ સમાચાર વાઇરલ થયા બાદ કોંગ્રેસ સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અંગે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી કમ્બોડિયા ગયા છે. અહીં પાંચ દિવસ સુધી તેઓ ધ્યાન શિબિરમાં રહેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસે ખૂબ તૈયારી કરી છે. એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી બંને રાજયમાં રેલીઓને સંબોધશે તેમજ રોડ શો પણ કરશે. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૧૦થી ૧૯મી ઓકટોબર વચ્ચે પ્રચાર અભિયાનમાં જોડાશે. આ દરમ્યાન રાહુલ એવા વિસ્તારો પર ફોકસ કરશે જયાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદેશન ખરાબ રહ્યું હતું. રાહુલ સાથે કોંગ્રેસના અન્ય સ્ટાર પ્રચારક પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.

(9:57 am IST)
  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST