Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અર્થવ્યવસ્થાના મોરચે વધુ એક માઠા સમાચારઃ કોમર્શીયલ સેકટરમાં રોકડના પ્રવાહમાં ૮૮ ટકાનો ઘટાડો નોંધાયો

સરકારના લાખ પ્રયાસ છતા અર્થતંત્રની ગાડી પાટે ચડતી નથી !

નવી દિલ્હી, તા. ૭ :. અર્થતંત્રને દોડતુ કરવા સરકાર અનેકવિધ પગલા લઈ રહી છે પરંતુ હજુ સુધી આ બાબતમાં નિષ્ફળતા મળી રહી છે. આ દરમિયાન આર્થિક મોરચે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં કોમર્શીયલ સેકટરમાં ઓવરઓલ ફાયનાન્શીયલ ફલો અથવા તો નાણાકીય પ્રવાહમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.

કોમર્શીયલ સેકટરમાં રોકડના પ્રવાહમાં લગભગ ૮૮ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રીઝર્વ બેન્કના આંકડા અનુસાર ૨૦૧૯-૨૦માં અત્યાર સુધી કોમર્શીયલ સેકટરમાં બેન્કો અને બીનબેન્કોના ફંડનો પ્રવાહ ૯૦૯૯૫ કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે આ ગાળામાં ૭૩૬૦૮૭ હતો.

આ કોમર્શીયલ સેકટરમાં કૃષિ, મેન્યુ અને પરિવહનને સામેલ કરવામાં આવેલ નથી. આ દરમિયાન નાણાકીય ક્ષેત્ર સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. એ સેકટરમાં ૧,૨૫,૬૦૦૦ કરોડનો રીવર્સ ફલો જોવા મળી રહ્યો છે.

બેન્કો તરફથી કોમર્શીયલ સેકટરનો નોનફુડ ક્રેડીટ ફલો પણ ઘટયો છે. જે ૧૬૫૧૮૭થી રીસર્વ ફલો થઈને ૯૩૬૮૮ થઈ ગયો છે. નોનબેન્ક તરફથી સબસક્રાઈબ કરાતો કોમર્શીયલ પેપરનો નેટ ઈસ્યુ અંશ ૨૫૩૬૬૯થી ઘટીને સપ્ટે.ના મધ્ય સુધી ૧૯૧૧૮ કરોડ પહોંચી ગયો છે.

રીઝર્વ બેન્કનુ કહેવુ છે કે કોમર્શીયલ સેકટરમાં નાણાકીય સંશાધનોના ઓવરઓલ ફલોમાં ઘટાડાનુ કારણ બેન્કો દ્વારા લોન આપવામાં કરાતી કંજુસાઈ છે.

(9:56 am IST)