Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ભારત ઉપર ૨૬/૧૧ જેવો તોળાતો ભયાનક હુમલો

પાકિસ્તાન, આઈએસઆઈ અને પાક સેનાએ ભટકલ બંધુઓને હુમલો કરવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યું: ટૂંક સમયમાં વધુ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરે તેવી શકયતાઃ ભટકલ બંધુઓને પાકિસ્તાન ૨૦૦૮થી શરણુ આપી રહ્યુ છેઃ જૈશ સંગઠનની પણ ભૂંડી ભૂમિકાઃ બાતમી બહાર આવ્યા બાદ દેશના મોટા શહેરોમાં એલર્ટ જાહેર

નવી દિલ્હી, તા. ૭ :. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ બદલો લેવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાક સેના ભારતમાં કોઈપણ ભોગે આતંકી હુમલો કરવા માગે છે. આતંકીઓ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ જેવો હુમલો કરવાની વેતરણમાં છે.

આઈએસઆઈ અને પાક સેનાએ આતંકી સંગઠન જૈશ ઉપરાંત પાકમાં બેઠેલા ઈન્ડીયન મુજાહીદીનના ફાઉન્ડર સભ્ય ભટકલ બંધુઓને ભારતમાં આતંકી હુમલો કરવા માટે કડકાઈથી જણાવ્યુ છે. ગુપ્તચર વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે હુમલાને અંજામ આપવા માટે ભટકલ બંધુ આજમગઢ મોડયુલનો સહારો લેશે. એવા પણ ઈનપુટ મળ્યા છે કે પાકિસ્તાનથી કેટલાક ત્રાસવાદીઓ ભારતમાં ઘુષણખોરી કરવાના છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીયાલ ભટકલ અને ઈકબાલ ભટકલ ૨૦૦૮થી પાકિસ્તાનમાં છુપાયા છે. તેમને આઈએસઆઈ અને પાક સેના સુરક્ષા આપે છે. આ બન્ને ઈન્ડીયન મુજાહીદીનના ફાઉન્ડર સભ્ય છે.

સ્પેશ્યલ સેલના એક વરિષ્ઠ પોલીસના જણાવ્યા પ્રમાણે ભટકલ બંધુઓને હુમલો કરવા માટે નેટવર્ક ઉભુ કરવા જણાવાયુ છે. અત્યાર સુધી પાકિસ્તાને ઘણા પ્રયાસ કર્યા પરંતુ સફળ રહ્યા નથી તેથી જૈશ સાથે ભટકલ બંધુઓને પણ આ વખતે જવાબદારી સોંપવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરઃ ગુરેજ સેકટરમાં ૬ વર્ષ બાદ ઘુસણખોરીઃ બે ત્રાસવાદી ઠાર

દ્રાસઃ જમ્મુ-કાશ્મીરમાં ઠંડી શરૂ થતા જ ઘુસણખોરી કરવા પાકિસ્તાને પુરી તાકાત લગાડી છે પરંતુ ભારતીય જવાનો એલર્ટ છેઃ ૬ વર્ષ બાદ ગુરેજ સેકટરમાં ઘુસણખોરીની બાબત બહાર આવી છેઃ સેનાએ અહી બે ત્રાસવાદીઓને ઠાર કર્યા છેઃ ત્યાંથી હથીયારો અને દારૂગોળો મળી આવ્યા છેઃ ત્રાસવાદીઓ સૈન્ય પ્રતિષ્ઠાનો ઉપર હુમલાની તૈયારીમાં હોવાનું કહેવાય છે.

(9:55 am IST)
  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST

  • મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં ગરમાવો : કોંગ્રેસ અને NCPનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર : અમે સત્તા ઉપર આવશું તો મહારાષ્ટ્રના ઉદ્યોગોમાં સ્થાનિક નાગરિકો માટે 80 ટકા અનામત : ખેડૂતોને દેવામાફી ,બેરોજગારોને 5 હજાર રૂપિયા બેકારી ભથ્થું : તમામ માટે વિનામૂલ્યે વીમો : ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ મફત access_time 8:25 pm IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST