Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પૂર્વ સાંસદ રમાકાંત યાદવ સહિત બસપા તેમજ કોંગ્રેસ નેતા સપામાં જોડાયા :ફૂલનદેવીની બહેન પણ સાયકલ પર સવાર

અખિલેશ યાદવે કહ્યું જો બધાની મદદ મળશે તો 2022માં ભાજપને હરાવવામાં સફળ થઇશું

લખનૌ : સમાજવાદી પાર્ટીમાં રવિવારે ઘણા નેતા સામેલ થયા હતા જેમાં આઝમગઢના પૂર્વ સાંસદ રમાકાંત યાદવ પોતાના અનેક સમર્થકોની સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા રમાકાંત યાદવના પુત્રી આઝમગઢની ફૂલપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે

    રમાકાંત યાદવે 2014માં મુલાયમ સિંહ યાદવ વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. આ ઉપરાંત આંબેડકરનગર જિલ્લા પંચાયતના આઠ સભ્યો પણ સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા. તેમજ પૂર્વ સાંસદ ફૂલન દેવીની બહેન રુકમણી નિષાદે પણ સપા જોઇન કરી.

    આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આગામી સમયમાં ઘણા નેતા સમાજવાદી પાર્ટીમાં સામેલ થશે. જો બધાની મદદ મળશે તો 2022માં ભાજપને હરાવવામાં સફળ થઇશું.

(12:00 am IST)
  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST