Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પીએમસી : વાધવનની પાસે બે પ્રાઇવેટ જેટ, કિંમતી કાર

પિતા-પુત્રની સંપત્તિને જોઇ તમામ હેરાન : વિદેશી બોડીગાર્ડ સુધીની સુવિધા : ૧૫ કરોડની હિરાની અંગૂઠી સહિત ૬૦ કરોડની જ્વેલરી જપ્ત : વિગતો ખુલશે

નવી દિલ્હી, તા.૬ : ઇડી દ્વારા પીએમસી બેંક કૌભાંડના મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. પીએમસી બેંક કૌભાંડના મામલામાં ઇડીએ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી સારંગ ઉર્ફે સની વાઘવાનના ખાનગી વિમાનને જપ્ત કરી લીધું છે. ઇડીએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક મની લોન્ડરિંગ કેસમાં વાધવનની ૧૫ કરોડ રૂપિયાની હિરાની અંગૂઠી સહિત કુલ ૬૦ કરોડ રૂપિયાની કિંમતની જ્વેલરી પણ જપ્ત કરી લીધી છે. ઇડીના અધિકારીઓને માહિતી મળી છે કે, સનીની પાસે એક બોટ પણ છે જે માલદીવના દરિયાકાંઠા પર છે. આ બોટને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. એકબાજુ પીએમસી બેંકના ૧૭ લાખ ગ્રાહકોના ભાવિ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બીજી બાજુ વાધવન પરિવારના ભૂતકાળને જાણીને તમામ લોકો આશ્ચર્યચકિત થઇ શકે છે. સારન વાધવનનો શનિવારના દિવસે જન્મદિવસ હતો. જો કે, આ વખતે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ છતાં પણ જંગી રકમ ખર્ચ કરવામાં આવી હતી.

      અગાઉના જન્મદિવસની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર હાજર રહેતા હતા. જન્મદિવસની ધુમધામની જગ્યા પર આ વખતે સારન પોલીસના ઘેરામાં રહ્યા હતા. એક દિવસ પહેલા જ શુક્રવારના દિવસે રિયલ એસ્ટેટ સેક્ટરના કારોબારી અને સનીના પિતા રાકેશ વાધવનને પણ પીએમસીમાં થયેલી ગેરરીતિ બદલ ધરપકડ કરી લીધી હતી. છેતરપિંડી, અપરાધિક કાવતરા, અપરાધિક વિશ્વાસઘાતના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળેલી માહિતી મુજબ

વાધવનની પાસે વિમાન, સાપ્તાહિક પાર્ટીઓ માટે ભવ્ય બોટ, મોંઘી કારનો જથ્થો રહેલો છે. સાથે સાથે બંદૂકધારી બોડીગાર્ડની ટુકડીઓ રહેલી છે. અલીબાગ, લોનાવાલા, દુબઈ, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા અને અન્ય અનેક જગ્યાઓ ઉપર તેમના ભવ્ય બંગલા રહેલા છે. તેમની પટકથા ફિલ્મ જેવી દેખાઈ આવે છે. ૧૯૯૦ના દશકના મધ્યમાં આની શરૂઆત થઇ હતી જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્લમ એક્ટ કાયદો પાસ કર્યો હતો. તે વખતે એક નાનકડી નોન બેંકિંગ હાઉસિંગ ફાઈનાન્સ કંપની દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના માલિક પિતા-પુત્ર રાકેશ અને સની વાધવને આ કાયદાનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો. તેઓએ વસઇ-વિરારના શક્તિશાળી ભાઈ જયેન્દ્ર જેવા લોકોને સાથે રાખીને ફાયદો ઉઠાવ્યો હતો. ૧૯૯૬માં એચડીઆઈએલની સ્થાપના કરવામાં આવી હતી. રાકેશે આની સ્થાપના કરી હતી અને ૨૦૦૯માં ૧.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે અબજોપતિની યાદીમાં જોડાઈ ગયા હતા. તે વખતે તેમની વય ૫૭ વર્ષની હતી.

             એ ગાળામાં રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને રાકેશ અને સનીને એચડીઆઈની જવાબદારી મળી હતી. આ સમગ્ર મામલામાં અનેક ચોંકાવનારી વિગતો આવી રહી છે. એમ માનવામાં આવે છે કે, રાજેશ અને તેમના પુત્રો અને કપિલ અને ધીરજ બાબા દિવાનને ડીએચએફએલની જવાબદારી અપાઈ હતી. ૨૦૦૭માં પુત્રી સારાના જન્મદિવસની પાર્ટીમાં તમામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી જેમાં શાહરુખ ખાના પુત્ર આયર્નની સાથે મલઇકા અરોરા, અરબાઝ ખાન, સોહેલ ખાન, સુઝેન ખાન, પુત્ર અને પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સલમાન ખાન સહિતની હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. ટોચના લોકો જુદા જુદા કાર્યકર્મોમાં પહોંચતા હતા.

           ૨૦૧૮માં ભવ્ય પાર્ટી કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ૨૦૧૩થી હાલત કફોડી બનવાની શરૂઆત થઇ હતી. ૨૦૦૮ના રિપોર્ટ મુજબ સનીના કાફલામાં લેન્ડરોવર, બેન્ટલી, રોલ્સ રોયલ, ફેન્ટમ ઇન દ ડી-આઠ, લેમ્બોર્ગીની, ફોર્સે અને ફરારી એસ-૪૩૦ મોડેના જેવી કારો હતી. તેમના ખાર યુનિયન પાર્કવાળા બંગલામાં અન્ડરગ્રાઉન્ડમાં અનેક કાર હજુ પણ હોવાનું જાણળા મળી રહ્યું છે. વાધવનના બંગલાની ડિઝાઈન ટ્વિન્કલ ખન્નાએ કરી હતી. તેમની પાસે પોતાના બે પ્રાઇવેટ વિમાન પણ છે જેમાં દસો ફાલ્કન ૨૦૦૦ અને બોમ્બાર્ડિયન ચેલેન્જરનો સમાવેશ થાય છે. ૩૦૦ કરોડની કિંમત આ વિમાનની રહેલી છે.

(12:00 am IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST