Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

હરિયાણામાં ચૂંટણી પહેલા BSP-JJP ગઠબંધન તૂટ્યું : સીટ વહેંચણી મુદ્દે મડાગાંઠ સર્જાઈ

માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવા જાહેરાત કરતા દુશ્યંત ચૌટાલાએ કહ્યું અમે ન ઝૂકીશું, ન રોકાઈશું, અમે અમારા દમ પર ચૂંટણી લડીશું

 

ચંદીગઢ: હરિયાણા વિધાનસભા માટે ચૂંટણી પહેલા બસપા અને દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટીએ ગઠબંધન તૂટી ગયું હતું. બસપા પ્રમુખ માયાવતીએ  જેજેપી સાથે ગઠબંધન તોડ્યાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભામાં તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. અંગે દુષ્યંત ચૌટાલાએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે.

 દુષ્યંતે કહ્યું હતું કે બસપાએ 40 સીટ પર ચૂંટણી લડવા માટે ઓફર આપી હતી પરંતુ પાર્ટીએ ઇન્કાર કરી દીધો હતો.પાર્ટી હવે 90 વિધાનસભા સીટ પર એકલી ચૂંટણી લડશે. ચૌટાલાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમે ઝૂકીશું, રોકાઈશું, અમે અમારા દમ પર ચૂંટણી લડીશું

    પહેલા માયાવતીએ પોતાના એક ટ્વીટમાં જણાવ્યું હતું, બસપા એક રાષ્ટ્રીય પાર્ટી છે જેના હિસાબે હરિયાણામાં થઇ રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં  દુષ્યંત ચૌટાલાની પાર્ટી સાથે કરાર કર્યો હતો તે સીટોની સંખ્યા અને તેની વહેંચણી મામલે અનુચિત કારણે બસપા હરિયાણા યુનિટની સલાહના કારણે કરાર સમાપ્ત કરી દીધો છે.

(12:56 am IST)