Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઝારખંડમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસ કર્મી.ને રૂ.૩૪૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો

         રાંચી (ઝારખંડ) માં એક ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર રૂ. ૩૪૦૦૦ નો દંડ લાગ્યો છે. કારણ કે એક સીનીયર ઓફીસરએ એને દ્વિચક્રી વાહન પર હેલમેટ વગર ચલાવતા પકડેલ.

         રાંચીના ટ્રાફિક એસ.પી. અજીતી પીટર ડુંગડુંગએ કહ્યું કે પોલીસ કર્મચારી લાયસન્સ સહિત ઘણાં કાગળો રજુ ન કરી શકયો. નવા મોટર વ્હીકલ એકટમાં કોઇ ઇન્ફોર્સમેન્ટ ઓથોરીટી પર બમણો દંડ લગાવવાનું પ્રાવધાન છે.

         કોઇને પણ નિયમનું ઉલ્લંઘન કરવાની અનુમતિ નથી આપવામા આવતી.

(12:31 am IST)