Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સ્ટીલ કંપનીઓને પણ ટૂંકમાં જ મોટી રાહતો

સસ્તા કોકિંગ કોલ પર ધ્યાન

નવીદિલ્હી, તા. ૭ : સ્ટીલ કંપનીઓને સરકાર ટૂંક સમયમાં જ મોટી રાહત આપી શકે છે. સસ્તા કોકિંગ કોલના સપ્લાયને વધારવા અને કોકિંગ કોલ આયાત પર પ્રતિબંધને લાગૂ કરવા પર વિચારણા થઇ શકે છે. સુત્રોના કહેવા મુજબ સ્ટીલ કંપનીઓને રાહત આપવા માટે સરકાર કોકિંગ કોલ હરાજીના નિયમોમાં ફેરફારો કરી શકે છે. કોકિંગ કોલના સ્થાનિક પ્રોડક્શનને વધારવા માટેનો નિર્ણય પણ કરવામાં આવી શકે છે. નીતિ આયોગની કમિટિએ સસ્તા કોકિંગ કોલ પ્રોડક્શનમાં ખાનગી કંપનીઓને રાહત આપવા, કોકિંગ લિન્કેજ ૨૦ વર્ષ સુધી આપવા અને કોલ ઇન્ડિયાના સંદર્ભમાં પણ ભલામણોને સ્વીકાર કરવામાં આવી શકે છે.

(7:43 pm IST)